________________
( ૮ )
ઉપધાન વિધિ.
ફેરવી એ દિવસ વધારી અને ઉપવાસ ૧૨ા ઠરાવી હાલમાં એકાંતરે ઉપવાસ કરાવી ૧૮ દિવસે પ્રથમ ઉપધાન વહેન કરાવ. વામાં આવે છે. એ પ્રમાણે અન્ય ઉપધાન માટે પણ સમજી લેવું.
હાલમાં કરાતી પ્રવૃત્તિ પ્રમાણે ૧૮ દિવસમાં એકાંતરે ૯ ઉપવાસ અને હું એકાસણાના રા ઉપવાસ, ઉપરાંત એકાસણાના દિવસે પુરિમટ્ટુ કરાવે છે તેના ઉપવાસ ૧) શેષ ટે ઉપવાસ ખટે છે તે એકાદ દિવસ આયંબિલ કરાવવાથી પૂર્ણ થાય છે. ઉપવાસને દિવસે કરવામાં આવતુ પુરિ‰ તેમજ આયંબિલને દિવસે કરાતુ પુરિમટ્ઠ વિશેષ તપમાં ગણાતુ નથી, ઉપવાસ ને આયંબિલની અંતર્ગત જ તેના સમાવેશ થાય છે. શુક્રિ ૫-૮-૧૪ અને વિદ ૮–૧૪–આ પાંચ તિથિએ જો એકાસણું આવે તા તે દિવસે આયખિલ કરાવવામાં આવે છે, જેથી તપ પૂર્ણ થાય છે.
ઉપધાનના એકાસણામાં શું શું વપરાય ?
આ એકાસણું પણ સામાન્ય એકાસણા જેવું નથી. તેમ તેને ( લૂખી ) નીવી પણ કહી શકાય તેમ નથી; કારણ કે ( લૂખી ) નીવીમાં નીવીયાતા વપરાતા નથી, તે આમાં વપરાય છે. આમાં સામાન્ય એકાસણા કરતાં વિશિષ્ટતા એ છે કે-તમામ વિગચે નીવીયાતી કરેલી જ વપરાય છે, કાચી વિગય વપરાતી નથી. ઘી વિગેરે નીવીયાતા કર્યો પછી જ પકવાન વિગેરે કરવાના ઉપયોગમાં લેવાય છે. તેલ પ્રાયે અલ્પ જ-કવિચત જ વપરાય છે, તેનુ' મુખ્ય કારણ શારીરિક સ્થિતિ જાળવવાનું છે. છાશ વપરાતી નથી. દહીં પણ કઢી, શાક કે અન્ય પદાર્થમાં નાખીને