________________
*
-::.......
(૧૮)
પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી પર્યુષણમાં મુનિરાજશ્રી કંચનવિજ્યજીએ વ્યાખ્યાન વાંચ્યું, તેમના સદુપદેશથી તપસ્યા, પૂજા, પ્રભાવના વિગેરે ધાર્મિક કાર્યો ઠીક ઠીક પ્રમાણમાં થયા. પર્યુષણ પૂર્ણ થયા બાદ તેઓશ્રી પાછા કપડવંજ આવ્યા, અને ત્યાં ગુરૂ મહારાજ સાથે ચતુર્માસ પૂર્ણ કર્યું.
માસા બાદ ગુરૂ મહારાજ વિગેરે મુનિરાજે સાથે કપડવંજથી વિહાર કર્યો અને મહુધા, ખેડા, માતર, અમદાવાદ, વિગેરે શહેર તથા ગામમાં વિચરતા વિચરતા પાલીતાણા પધાર્યા. સંવત ૧૭૬નું ચાતુર્માસ પાલીતાણુમાં કર્યું. આ ચેમાસામાં મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ઉત્તરાધ્યયનને વેગ વહન ક્ય, પર્યુષણમાં ૧૬ ઉપવાસની તપસ્યા કરી, અને ગુરુ મહારાજ પાસે જીવવિચારાદિ ચાર પ્રકરણ તથા ચાર કર્મગ્રંથને અભ્યાસ કર્યો, તેમને ધાર્મિક ઉપરાંત સંસ્કૃત અભ્યાસ કરવાની પણ તીવ્ર ઈચ્છા થઈ, અને એ હકીક્ત ગુરૂ મહારાજને જણાવી. ગુરૂદેવ ઘણુ જ ખુશી થયા, અને સંમતિ આપી જેથી તેમણે આ વદિ ૧૩ ના રોજ પંડિત ત્રિભુવનદાસ અમરચંદ પાસે સારસ્વત વ્યાકરણ ભણવાને પ્રારંભ કર્યો. જેમાસા બાદ પાલીતાણાથી ગુરૂ-મહારાજ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કર્યો અને ગારીયાધાર, કુંડલા, ઉના, દીવ થઈ શ્રી અજારા પાર્શ્વનાથ સ્વામીની યાત્રા કરી. ત્યાંથી પ્રભાસપાટણ, વેરાવળ, અને માંગરોળ થઈ જુનાગઢ આવ્યા. ત્યાં શ્રી ગીરનારજીની યાત્રા કરી પોરબંદર આવી થોડા દિવસની સ્થિરતા કરી, અહીં બ્રાહ્મણની સંસ્કૃત પાઠશાળા ઉપાશ્રયથી એક માઈલ દૂર છે, ત્યાં વૈશાખ માસના સખ્ત તાપમાં મુનિરાજશ્રી કંચનવિજયજી સંસ્કૃતનો અભ્યાસ