SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) પન્યાસજી મહારાજ શ્રી કંચનવિજ્યજી હોવાથી તેઓ શ્રી ૧૯૭૪ ની સાલમાં પણ વિરમગામ રહ્યા, અને ત્યાં જ ચાતુર્માસ કર્યું. ભાઈ શ્રી હરજીવનદાસે તેઓશ્રીની નિશ્રામાં પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વમાં અઠ્ઠાઈની તપશ્ચર્યા કરી. તે નિમિત્તે તેમણે આંગી રચાવી, પૂજા ભણાવી, અને સાધર્મિક વાત્સલ્ય કરી મળેલી લક્ષ્મીને સદ્વ્યય કર્યો. ત્યાર બાદ તેમણે ગુરૂ મહારાજ પાસે સજોડે ચતુર્થ વ્રત ઉશ્ચર્યું. આસો માસમાં તેઓ પોતાના કુટુંબને વીરમગામમાં રાખી વઢવાણકૅપ ગયા, અને ત્યાંની મીલમાં જેબર તરીકે નોકરી સ્વીકારી. સંવત્ ૧૯૭૫ ના કારતક સુદિ પૂર્ણિમાની યાત્રા કરવા તેઓ વઢવાણકેપથી પાલીતાણા આવ્યા, અને તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર શ્રી આદીશ્વરદાદાનાં દર્શનપૂજન કરી પરમ આહલાદ પામ્યા. એજ રાત્રિએ વિરમગામમાં તેમના ધર્મપત્ની બેન રતને સ્વપ્નમાં મુનિરાજને દીઠા. મુનિરાજે બેન રતનને ઉપદેશ આપી ચતુર્થવ્રતની બાધા આપી. 45155451461454545454545454545454545454545454545454545 # બેન રતને અનુભવેલ ચમત્કાર, પરેક્ષ વાણી, છે # તમારા સ્વામીને દીક્ષા લેતાં કેમ અટકાવે છે? # હરજીવનદાસ સિદ્ધાચલજીની યાત્રા કરી વીરમગામ તરફ આવતા હતા, એ જ દિવસે તેમના ધર્મપત્ની બેન રતને પાણીનું બેડું ભરીને આવતાં માર્ગમાં સાંભળ્યું કે “તમે તમારા સ્વામીને દીક્ષા લેતાં શા માટે રોકે છે? તેમને દીક્ષા લેવાની સમ્મતિ આપે.”. આવા સ્પષ્ટ શબ્દો સાંભળી બેન રતન ઉભા રહી ગયા અને આ વચને મને કોણ કહે છે? તે જાણવા ચારે તરફ જોયું, પરંતુ કોઈ પુરૂષ
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy