________________
પેાસણના અતિચાર
( ૧૩૫ )
૧૦ પાસહુમાં સ્રી સંબધી સારી કે નઠારી કથા (વાત)
કરવી.
૧૧ પાસહુમાં આહારને સારા કે ખરાબ કહેવા.
૧૨ પાસહુમાં રાજકથા અથવા યુદ્ધકથા-સારી કે ખરાબ કરવી. ૧૩ પાસડુમાં દેશકથા કરવી.
૧૪ પાસડુમાં ૧લઘુનીતિ કે રવડીનીતિ જ્યાં પરઠવવાનાં હાય તે જગ્યાને પુજ્યા-પડિલેહ્યા વિના પરાવવાં.
૧૫ પેાસહુમાં ફાઇની નિંદા કરવી.
૧૬ પાસડ ન કર્યો હાય તેવાં માતા, ત્તા, પુત્ર, ભાઇ, સ્ત્રી વગેરે સંબંધીઓ સાથે ( ધાર્મિક કાર્ય સિવાયના ) વાર્તાલાપ કરવા.
૧૭ પાસમાં ચાર સંબંધી વાર્તા કરવી.
૧૮ પાસડુમાં સ્રીનાં અંગાપાંગ નિરખીને જોવાં. આ અઢાર દોષ જરૂર ટાળવા.
પેાસહુ સંબધી પાંચ અતિચાર.
૧ શય્યા–સંથારાની જગ્યા સારી રીતે ષ્ટિ કરીને ન જુએ, કદિ નુએ તે જેમ તેમ જુએ; તે પહેલા અતિચાર.
૨ શય્યા–સંથારાની જગ્યા રૂડી રીતે ન પ્રમા૨ે, જેમ તેમ પ્રમાજે; તે ખીન્ને અતિચાર.
૩ લઘુનીતિ, વડીનીતિ પરઠવવાની ભૂમિ સારી રીતે ન જોતાં જેમ તેમ જુએ, તે ત્રીજો અતિચાર.
૧ પેસાબ. ૨ ઝાડે–ડો.