________________
૩૩
ચેષ્ટા તને કુગતિમાં ફગાવી દેશે, માટે આવતા જન્મનું શબળ લેવા માંડ.”
મુનિરાજનાં વચન સાંભળીને મરણની નિકટતા જાણું શાળવી એકદમ ગભરાયે અને મુનિને પુછવા લાગે, “હવે શું કરવું? મને બચાવે” આવાં તેનાં દૈન્ય વાક્યો સાંભળી મુનિરાજે તેને નમસ્કારમહામંત્ર સંભળાવ શરુ કર્યો.
નમસ્કારમહામંત્ર શાળવીના કાનમાં પડતાંની સાથે જ આત્મા ઉત્તમ હોવાથી તેના ચિત્તમાં એકાગ્રતા આવી ગઈ. દયાનાસમુદ્ર મુનિરાજ નમસ્કારનું રહસ્ય અને દેવ ગુરુ ધર્મનું સ્વરૂપ સંભળાવતા હતા ત્યાંજ ક્ષણવારમાં શાળવીને આત્મા નમસ્કારમહામંત્રના પ્રભાવથી મનુષ્ય શરીરને ત્યાગ કરી દેવલેકે ચાલ્યા ગયે. અર્થાત્ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. - તેના અકાલ મરણથી તેની બને પત્નીએ કકળ કરવા લાગી સગાવ્હાલા ભેગાં થઈ રડવા લાગ્યાં. આ બાજુ દેવ બનેલ વણકરના જીવે દેવશય્યામાં ઉત્પન્ન થતાંની સાથેજ વિચાર કર્યો કે હું ક્યાંથી આવ્યો? મેં પૂર્વજન્મમાં શું પુણ્ય કયુ હશે? ઇત્યાદિ વિચાર કરતાં અવધિજ્ઞાનથી પિતાને શાળવીને પૂર્વભવ દેખે. પરમઉપકારી ગુરુદેવે સંભળાવેલ શ્રી પંચપરમેષ્ઠિમહામંત્રના પ્રભાવથી હું દેવગતિને પામ્યું છું, એમ નાણી એકદમ પોતાને ઘેર આવી ગુરુને પ્રણામ કર્યા. કુટુંબને પ્રતિબંધ કરી બધાંને નમસ્કારમહામંત્રને પ્રભાવ સમજાવીને દેવ સ્વસ્થાનમાં ગયે.