________________
૬૦૪
૭૨ વિજયસિદ્ધિસૂરિમહારાજ થયા. જેમણે વિક્રમ સં. ૧૯૫૭ ની શાલથી ૧૯૮૩ ની સાલ સુધી કાયમ માસી તપ આરાધ્ય. અને ૧૯૮૩ થી ૨૦૧૫ ની શાલ સુધી પ્રાયઃ ૩૨ વર્ષ સુધી એકાન્તર ઉપવાસ તપશ્ચર્યાની આરાધના કરી હતી. - વિજયસિદ્ધિસૂરીશ્વરજી દાદાના શિષ્ય, મહાત્યાગી વૈરાગી નિસ્પૃહચૂડામણિ મુનિ મહારાજ શ્રીવિનયવિજયજી મહારાજ થયા. તેઓશ્રીના શિષ્યરત્ન નિર્મલચારિત્ર પ્રાયઃ વશ વર્ષ અવિચ્છિન્ન નિત્યભક્ત (એકાસણું) તપશ્ચર્યા આરાધક. વર્ધમાનવિદ્યા અને પાંચ પ્રસ્થાન આરાધક આચાર્યદેવ શ્રી વિજયભદ્રસૂરિમહારાજ હાલ વિદ્યમાન છે.
તેમના શિષ્યરત્ન સુનિર્મલ રત્નત્રયી આરાધક પંન્યા સજી મહારાજ શ્રી સુન્દરવિજયજી મ. સાહેબ બિરાજમાન છે. તેમના શિષ્યલેશ (મુનિવેશધારી) પંન્યાસચરણુવિજયગણિ એ પંચમેષ્ઠિનમસ્કાર મહામંત્રગ્રન્થની સંજના કરી છે.
પંન્યાસજી મહારાજ શ્રીસુન્દરવિજયજી ગણિવરના સગા ભાઈ અને વિજયસિદ્ધિસૂરિમહારાજના પ્રશિષ્ય, પંન્યાસજી મહારાજ સાહેબ, મેરૂવિજ્યજીગણિવર સાહેબ, હાલ વિદ્યમાન છે. તેઓ સાહેબની, પરમકૃપાથી, હિતકારિણી ઉપદેશ - વાણીથી લેખકને શ્રીવીતરાગ શાસનમાં પ્રવેશ મળે છે.
વિ. ૨૦૨૦ વીરનિર્વાણ ) મલાડ (વેષ્ટ) આનંદડ ૨૪૯૦ મહાશુક્લા પંચમી | સંઘવી દેવકરણ મુલજી ક્રાઈષ્ટ ૧૯૬૪ ૧૯-૧-૬૪
જૈન દેરાસરની ચાલી લી. પંન્યાસ ચરણવિજયગણી ! મુંબઈ - ૬૪
आज्ञाविरुद्धं यत्किंचिद् लिखितं पुस्तके मया। सर्वज्ञशाक्षिकं वच्मि मिथ्यादुष्कतमस्तु मे ॥