________________
૬૦૨
મહારાણી રત્નાવતી પણ, સ્વામીની સાથે જ આરાધના પામીને
તે પણ પાંચમા દેવલોકમાં ઈન્દ્રને સામાનિક દેવ થયે. ત્યાંથી | મનુષ્યભવ પામી મેક્ષ જશે.
આ પ્રમાણે ભિલના ભાવમાં પામેલા, નમસ્કારમહામંત્રના પ્રભાવથી, બીજા ભવમાં રાજસિંહ-રત્નાવતી રાજા રાણી થયાં. ત્રીજા ભવે ઇન્દ્ર અને સામાનિક દેવ થયા. ચોથાભવે મનુષ્ય ભવપામી. મેક્ષ પામશે. ઈતિ.
રાજસિંહરાજા અને રત્નાવતી રાણી (ગયા જન્મના ભિલ્લભિલ્લડી) કથા સમાપ્તા.
ઈતિ સુરિપુરંદર દેવેન્દ્રસૂરિમહારાજ વિરચિત-વૃન્દા વૃત્તિ અતર્ગત નમસ્કાર મહામંત્ર મહાભ્યસૂચિકા કથા. સમાપ્ત..
ગ્રન્થકાર પ્રશસ્તિ ભગવાન શ્રી મહાવીર સ્વામીની પરંપરામાં ૫૮મી પાટ. ઉપર આચાર્યભગવાન શ્રીવિજયહિરસૂરીશ્વરજી મહારાજ થયા. જેઓ સાહેબની રત્નત્રયી અતિ ઉજવળ હતી. જેમના આદેયનામકર્મના ઉદયથી આખી દુનિયાને સમ્રાટ, અકબર બાદશાહ આંશિક જૈન ધર્મ પામ્યું હતું. પિતાના રાજયભરમાં સાડા છમાસ જીવહિંસા બંધ કરાવી હતી.
તેમના શિષ્ય વિજ્યસેનસૂરિમહારાજ થયા. જેઓની વિદ્વતા અને પુણ્યબલથી બાદશાહ જહાંગીર ઉપર ઘણે પ્રભાવ પડતું હતું. જહાંગીરના દરબારમાં આચાર્યભગવાનનું બહુમાન ખૂબ હતું તેઓ વ્યાકરણ-કાવ્ય-મેષ-સાહિત્ય-ન્યાયપ્રકરણ–આગમઆદિ સ્વ-પરદર્શનના અજોડ વિલન હતા.