________________
૫૬
કૃપા લાવીને, આપનું સ્થાન, કુલાદિ, પણ જણાવે. અને ચંદ્રલેખાની માગણીથી, રાજસિંહકુમારે ઈશારો કરવાથી મંત્રિપુત્ર સુમતિચંદે સવિસ્તર દેશ, નગર, એશ્વર્ય, માતા, પિતા, અભિધાનાદિ કહી સંભળાવ્યું. અને મુસાફરના મુખથી તમારૂં વર્ણન સાંભળીને અમે રસ્તાનાં કૌતુકે અને પંચમહાપરમેષ્ઠિ નમસ્કારમંત્રની સમભાવ ઘટનાઓ, સાંભળતા સાંભળતા અહી આવ્યા. આ બધી વાતે સવિસ્તર કહી બતાવી.
આ પ્રમાણેની રાજસિંહકુમાર અને રત્નવતીના સમાન ગમની ઘટના સખીમુખથી સાંભળી, રત્નવતીના માતા-પિતા પઘરાજા અને હંસીદેવીએ, ઘણું જ ઉમળકાપૂર્વક બંનેનાં લગ્ન લીધાં. અને રાજવગય નરનારી ગયું અને નાગરીકેના અમેય ઉત્સાહથી, વિષ્ણુ-લક્ષ્મી જેવો વિવાહ થયે. રાજાપદ્મસિંહે કરમેચન અવસરે રત્ન-મણિ-હીરા-મોતી-સુવર્ણ-ગજઅશ્વ–ર–પાયદળ-વસ્ત્ર–દાસ-દાસી આદિ દાયજામાં ઘણુંઘણું આપ્યું. - રાચરચિલાથી ભરેલે સાત માળને મહેલ રહેવા આપ્યા. રાજસિંહકુમાર પણ રત્નવતી સાથે, પિતાના મિત્ર સુમતિચંદ્ર સહિત કેટલોક સમય ત્યાં રહ્યો. એક દિવસ ઝરૂખામાં બેસી નગર ચર્ચા જુવે છે, તેટલામાં, પિતાને મોકલેલ, ખાસ મનુષ્ય, કુમાર પાસે આવીને, લેખ આપી ઊભે રહ્યો. - કુમારે પિતાના ખેપીઆને ઓળખે, પિતાને લેખ હાથમાં લઈ હદય સાથે ચાંપી, માણસ પાસેથી માતાપિતાના સુખ સમાચાર સાંભળી, લેખને વાંચો શરૂ કર્યો.
લક્ષ્મી અને કલ્યાણની ખાણ અને સ્વર્ગના એક વિલાસ