________________
૫૮૯
વૃક્ષોથી સુરમણીય હોવા છતાં, અટવી બીહામણ પણ હતી. પરંતુ પુણ્યવાન મહાપુરુષોને ભય હાય જ કેમ? એટલે અને મિત્રો નિર્ભય પસાર થતા, રસ્તામાં ફલ જલને યથાગ્ય ઈન્સાફ આપતા, લગભગ અટવીના મધ્યમાં આવ્યા.
પરિશ્રમ ઘણે લાગવાથી, એક શીતલ છાયાવાલા મહાવૃક્ષની નીચે, વિસામો લેવા બેસી ગયા. આજુબાજુનું સુંદર વાતાવરણ અને પરિશ્રમની પ્રેરણાથી, રાજસિંહકુમારની ચક્ષુઓ ઘેરાવા લાગી, તેથી ત્યાં જ પત્ર અને પુષ્પની શયા બનાવી સુઈ ગયા. અને મિત્ર સુમતિ નજીકના ઝુંડમાંથી, સુગંધિ પુષ્પ અને સ્વાદુ ફળે લાવી, મિત્ર પાસે મુકવા લાગે.
આ બાજુ આકાશમાર્ગે ચાલતા એક વિદ્યારયુગલની દષ્ટિ રાજસિંહકુમાર ઉપર પડી દેવકુમાર જેવું કુમારનું રૂપ જોઈ, તેના પુણ્યથી આકર્ષાઈ, સ્ત્રી-પુરુષનું રૂપ કરવાની જુદી જુદી બે ઔષધિઓ આપી ચાલતા થયા.
કુમારના મિત્ર સુમતિએ ઉપરની બન્ને સમભાવ ઔષધિએની વાત કુમારને જણાવી, અને ઔષધિ યુગ્મ લેઈને, બને મિત્રો રવાના થયા, અને પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રના જાપથી, પ્રકટ થએલા પુણ્ય પ્રાભારની અપૂર્વ સહાયથી, છેડા જ દિવસમાં, પદ્મપુરનગરના ઉદ્યાનમાં શ્રીજિનમંદિરની નાતિદૂર–સમીપમાં, ચિન્તામણિમહારત્નની સહાયથી, તદ્દન સુવર્ણને પ્રસાદ બનાવીને, રહેવા લાગ્યા. અને વચ્ચે આભૂષણે તથા અભીષ્ટ ખાન-પાનનાં સાધને પણ, દેવમણિના પ્રભાવથી મેળવીને, સુખ પૂર્વક દિવસો વ્યતીત કરતા હતા.
કુમારીરત્નવતી ક્યારેક ક્યારેક સખી વૃન્દથી વિટળા