________________
૫૮૩
રાજાના સિપાઈઓએ શેઠને પકડી, અવળી ભુજાએ, બાંધીને, નગરમાં ફેરવવા લીધા. શેઠજી મૌન ધારણ કરી, પંચપરમેષ્ઠિ મહામંત્રને એકાગ્રચિત્ત અવિચ્છિન્ન જાપ કરતા ચાલે છે. આખા નગરમાં ફેરવી શૂળી પાસે લાવ્યા. નગરમાં ઘણે જ હાહાકાર થયો. આખી જીંદગીમાં ક્યારે પણ કોઈના ગુનામાં નહિ આવેલા, ન્યાયનીતિથી વ્યાપાર કરનારા, ગરીબનિરાધાર–દીન-દુઃખી–ગી–પરાધીનના સ્તંભ જેવા આધારઆપનાર, ધમી શેઠની આવી દશા કેમ? એમણે શૂળી ઉપર મરતા ચોરને પાણી પાવા પ્રયાસ કર્યો, તેને પણ આવડે મે ગુને? આવા રાજાઓના રાજ્યમાં નીતિ મરી પરવારી છે. આવી હજારો વાત ચેરેને ચૌટે થતી રહી, પણ બહેરા કાનના રાજાને સાંભળવાની ક્યાં કુરસદ છે.? .
શ્રીવીતરાગ શાસનમાં આરાધનાની ચઉભંગી બતાવી છે. ધન્નાજી-શાલિભદ્રજી-ધનાકાન્દી જેવા કેટલાક આત્માઓમાં આરાધના અને આરાધક ભાવ, બંને પરસ્પર ચડતા-અધિકાધિક હોય છે. એટલે ધર્મની આરાધના સમ્યગદર્શન-જ્ઞાનચારિત્ર-તપ, અને તદ્રુપ આત્મભાવ પણ ઓતપ્રોત હોય છે.
વિનયરતન જેવા “મન મેલા તન ઉજળા, બગલા જેવું ધ્યાન” અધમજીવોની, દેખાવની બધી ક્રિયાઓ, ભલભલાનાં શિર ડેલાવે તેવી, અંતરાત્માકાળે શાહી જે, આવાઓની આરાધનામાં વિરાધભાવ જાણવો. કેશરીર, હિર પ્રભોચેર, વંકચૂલચેર, ચાલુપ્રકરણમાં આગળ લખાઈ ગયેલ ચંડપિંગલચેર, ચિલતી દાસીપુત્રચાર, દઢપ્રહારીર, આવા અનેક જી વિરાધનામય જીવન જીવતા હતા, તેમાં પ્રાન્ત