________________
૫૫
શિવકુમારે પણ પિતાની બધી મીલ્કત, પૈસાટકા– ઝવેરાત–સુવર્ણ-રૂષ્ય-વાસણ–વસ્ત્ર-રાચ-રચિલું ઘરદુકાન વખારો-ક્ષેત્ર-વાડી બધું જુગારમાં અને વિટ=જાર વેશ્યાઓના જલસા વિગેરેમાં, સાફ કરી નાખ્યું. એક દિવસ ખાવાનાં પણ ફાંફાં શરૂ થયાં, કહેવત છે કે- “વસુવિના નરપશુ લક્ષમી ગઈ તેથી સગા સંબંધીએને સાથ છુટી ગયે, હવે કઈ ઘેર આવો? એમ કહેવા પણ ખુશી નથી. દુકાનદાર દુકાન ઉપર ચડવા પણ ના કહે છે. જુગાર પણ પૈસાના અભાવે બંધ થઈ ગયો છે. પાઈ પૈસાના ચણા મમરા લેવાની સગવડ નથી. પહેરવાના વસ્ત્ર નથી, પાથરવા પથારી નથી. રહેવા, સુવા, બેસવા જગ્યા નથી; દુખની વાત કઈ સાંભળનાર નથી. જ્યાં જાય ત્યાં અનાદર, અપમાન, અવહેલના, સીવાય બીજું કશું મલતું નથી, આવી દશામાં દિવસો સુધી લાંઘણે પણ થઈ જાય છે, ભીક્ષુકો થકી ભયંકર દિવસે શરૂ થયા છે. એવામાં એક ત્રિદંડી=બા ધૂર્ત, શિવકુમાર પાસે આવ્યો અને પુછયું. હેવત્સ ! આ હતાશ કેમ જણાય છે. શિવે પણ આપવિતિ બધી જ કહી સંભળાવી.
ચગી કહે છે. આમાં શું છે. હું કહું તે પ્રમાણે જે તે કરીશ તે, લક્ષમી તારી પગ ચંપી કરનારી બની જશે, વશીકરણ કરાએલી ઘરનીદાસી જેવી થઈને રહેશે, શિવકુમાર કહે છે. હે મહાત્મન ! તમે જેમ કહેશે તેમ કરવા હું, હમણાં જ તૈયાર છું.
યેગીનાં છળકપટ પૂર્ણ વચનમાં, ભરમાએ શિવ, યોગી સાથે વનમાં ગયે. અને યોગીએ પણ સાધના કરવાની