SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ - પર૭ ટેલી અપૂર્વશ્રદ્ધા વિગેરે મલ્યું છે. તેથી હું ચોક્કસ માનું છું કે, નમસ્કારમંત્રની શ્રદ્ધાવાળા, ગયા જન્મના મારા પતિજ ચાલુજન્મમાં મારાસ્વામીથશે, આ મારો આત્મવિશ્વાસ મને મક્કમતા આપે છે. - રાજકુમારી રત્નપતીની આ વાત સાંભળી, રાજા પદ્મસિંહ અને રાણી હંસદેવી, ખૂબ જ આશ્ચર્ય સાથે આનંદ પામ્યા, અને કુમારીની આ પ્રતિજ્ઞા પણ ઘણું જાહેર થવાથી, ઘણા રાજકુમાર પિતે ગયા જન્મમાં ભિલ્લા હતા, વિગેરે કલ્પિતવાતે તિયાર કરીને આવી ગયા. પરંતુ સત્ય “ પાસે. અસત્ય કેટલી વાર ટકે ? બધાઓનું અસત્ય ખુલ્લું પડી જવાથી, વિલખા થઈને ચાલ્યા ગયા. અને હવે કુમારી પણ કઈ પુરુષનું મુખ જોતી નથી, અને કોઈને રૂબરૂ મલવાની તકપણ આપતી નથી. તેથી રાજા-રાણી અને પ્રધાનવર્ગ બધા લેકે ચિન્તામાં પડી ગયા છે. કુમારીને પૂર્વજન્મને પતિ કેમ મલે? અને કેવી રીતે મળે? એની જ વિચારણા ચલાવી રહ્યા છે. . શરૂઆતમાં કુમારીએ વચમાં પડદે રખાવી, આવનાર રાજકુમારની વાત સાંભળી, પરંતુ તેણીને બધા અસત્યભાષી સમજાવાથી હવે મારે પરણવું જ નથી. મારે પુરુષોને સાંભળવા નથી, તેવાઓના ફોટા પણ જોવા નથી, આવી જાહેરાત કરી છે. હવે રત્નવતીને પુરુષ જાતી ઉપર ખૂબ જ અનાદરપ્રકટ થયો છે, તેથી વીસે કલાક એકાન્તમાં નમસ્કારમહામંત્રનું ધ્યાન કરે છે. મુસાફરનું ભાષણ ખૂબજ એકાગ્રતાથી, રત્નસિંહકુમારે
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy