________________
પ૨૩
વૃક્ષની નીચે આવીને બેઠા, અને ડીવારમાં એક મુસાફર આ. શ્રીવીતરાગ શાસન પામેલો હોવાથી વિવેકી પણ હતે. તેથી તેણે મેટાપુરુષ જાણું, રાજ સહકુમારને તથા મંત્રીકુમારને પ્રણામ કર્યા. કુમારે પણ આંગળીના ઇશારાથી પાસે બેસવા સૂચના કરી અને પ્રશ્ન કર્યો, ક્યાંથી આવે છે ? કોણ છે? અને કયાં જઈ રહ્યા છે? અને કાંઈ આશ્ચર્યકારી ઘટના દેખી હેય તે કહે. કુમારના પ્રશ્નો સાંભળી મુસાફરે જણાવ્યું કે, હું જાતે વણિક છું. મેં જૈન છું. વળી હજાર નજૈમંદિરો અને પૌષધાગારથીભાયમાન અને લક્ષ્મીદેવીને વસવાટ માટે ખૂબ જ ગમીગયેલું, પપુર નામનું નગર છે, ત્યાંથી આવું છું.
અને જ્યાં પહેલા જિનેશ્વર, શ્રી ઋષભદેવસ્વામી, નવાણું પૂર્વવાર, સમવસર્યા હતા, જ્યાં પ્રભુજીને પહેલા ગણધર પંડરીકસ્વામી, પાંચ ક્રોડ મુનિવરો સાથે અનશન કરીને, ચૈત્રી પૂર્ણિમાએ મોક્ષ પધાર્યા છે. વલી જ્યાં ભરત ચક્રવતીના પાટે થએલા અને અજિતનાથ સ્વામી સુધીના, અસંખ્યાતા રાજાઓ મક્ષ પધાર્યા છે. અને જે ગિરિરાજ ઉપર, આ અવસર્પિણી. કાળમાં, અસંખ્યાતા ઉદ્ધાર થયા છે. અસંખ્યાતા જિનમંદિરે અને આદીશ્વરદાદાની પ્રતિમાઓ પણ અસંખ્યાતી બની છે. વલી અનંતકાળથી અત્યારસુધી, અનંતાનંત મહામુનિરાજે કેવલજ્ઞાન પામી, મુક્તિમાં પધાર્યા છે, એવું જગતના સર્વ તીર્થોમાં ચક્રવર્તી સમાન, શ્રીશવંજય મહાતીર્થ છે. ત્યાં યાત્રા કરવા જાઊં છું. અને આપે આશ્ચર્ય કાંઈ જોયું હોય તે કહો, તેના ઉત્તરમાં જણાવું છું કે,
પદ્મપુરનગરને સ્વામી શકસમાન પરાક્રમી પદ્મચંદ્ર