________________
૫૧૮ આકર્ષાઈને, ગામના આગેવાનોએ, બધા મુનિપ્રવરને, સંયમ અને સ્વાધ્યાયનો નિર્વાહ થઈ શકે તેવું, સુંદર નિર્જીવ નિર્વિધ સ્થાન રહેવા આપ્યું અને આચાર્ય ભગવતે પરિવાર સહિત, રામાધ્યક્ષો પાસેથી મળેલા સ્થાનમાં નિવાસ કર્યો.
આચાર્ય ભગવંતના પરિવારમાં કેટલાક મુનિરાજે-છઠ્ઠના પારણે છ8, અઠ્ઠમના પારણે અઠ્ઠમ, અઠ્ઠાઈના પારણે અઠ્ઠાઈ, પક્ષના પારણે પક્ષ, એમ માસ, દઢમાસ, માસ, અઢી માસ, ત્રણમાસ, અને ચાર માસ સુધીના સપકરનારા ઘણા મુનિરાજ હતા.
વીશસ્થાનક તપ, આચામ્યવર્ધમાન તપ, કનકાવલિ, મુક્તાવલિ, સિંહનિકીડિત તપ, ગુણરત્નસંવત્સર તપ વિગેરે ઘણી જાતના, જુદા જુદા તપ આરાધક મુનિરાજ હતા.
વળી કેટલાક મહામુનિરાજે, ગુરુદેવમુખથી સૂવાની આગમવાચન લેઈને, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા-સ્વાધ્યાયમાં દિવસો વિતાવીને દેવલોકનાં સુખને સ્વાદ ચાખતાસ્વાદતા હતા. કેટલાક મહામુનિરાજે, મોટો ભાગ કાઉસ્સગ્ન મુદ્રાએ જ સ્વાધ્યાય અને ધ્યાન કરતા હતા. લગભગ બધા મુનિરાજે, બાવીશ પ્રકારના પરિસહ સહન કરવા સિંહ જેવા શૂરવીર હતા. તેથી આહાર પાણની ઘણું સંકડાશેપણ, ચિત્તમાં અકળામણ કે ક્ષેભ અથવા દીનતા પેશી શકતી ન હતી. - આવા સિહ સમાન મુનિઓના સમુદાયમાંથી, દમસારનામના એક મહામુનિરાજ, શ્રીગુરુદેવની આજ્ઞા મેળવીને, અને ચારેમાસના ઉપવાસના પચ્ચખાણ લઈને, નજીકમાં રહેલા એક પર્વતની ગુફામાં જઈને, સ્વાધ્યાય અને ધ્યાન તત્પર આરાધનામાં સ્થિર થયા.