SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ એમને પણ જુદા વિચારવાની જરૂર નથી, અર્થાત્ એ માટે છઠ્ઠા પદને માનવાની જરૂર નથી. જગતના તમામ સદ્ગુણી આત્મા, આ પાંચ પદોમાં આવી જાય છે. અને તેથી એ પાંચને કરાએલેા નમસ્કાર સર્વ પાપના ક્ષય કરી નાખે છે, પ્ર—ઉપર તેા તમે જણાવી ગયા છે કે, જગતના કાઇ દેવ, દાનવ, વિદ્યાધર, ચક્રવતી કે ધનવાન કોઈ ને પણ સુખ આપી શકતા જ નથી, અને કાઇનુ' દુ:ખ મટાડી પણ · શકતા નથી, તેા પછી આ પાંચને નમસ્કાર કરવાથી લાભ શુ ? ઉ—તે મરામર જ છે, કે કોઈના સુખમાં અન્ય કોઈ કારણ નથી મધાં સુખ-દુ:ખનુ' કારણ માત્ર પેાતાનાં સારાં-ખાટાં કર્મ જ છે, અને તેથીજ ભગવાનશ્રીતીર્થંકરદેવે અને સિદ્ધપરમાત્માએ વિગેરે, પાંચે પરમેષ્ડિભગવતાએ, કોઇને સુખ આપ્યું કે કોઈનું દુઃખ મટાડયુ, એવું જૈનસિદ્ધાંતામાં કયાંય · મતાવ્યું નથી. અને એ જ કારણથી, આ પાંચપરમેષ્ઠિનમસ્કારને પણ, સપાપ નાશક વર્ણવેલ છે. અર્થાત્ આ પાંચ નમસ્કાર સુખદાયક કે દુ:ખનાશક નથી, પરંતુ પાપનાશક છે, અને જે પાપનાશક હાય તે, સુખદાયક અને દુ:ખનાશક બની શકે છે. કારણ કે પાપના નાશ થયા વગર, દુઃખના નાશ કે સુખની ઉત્પત્તિ થવી જ અશકય છે. અપથ્ય, અનાચાર અને -ખરામન્યસના અંધ થાય નહિ, ત્યાંસુધી રાગ, આપત્તિ અને ગભરામણને પણ નાશ થતા નથી, અને આ ત્રણ ચાલુ હોય ત્યાંસુધી, સુખ આવી શકતું જ નથી, તેમ, પાપના નાશ ન થાય ત્યાંસુધી, દુ:ખના નાશ અને સુખની પ્રાપ્તી થતી જ નથી, પ્ર—આ પાંચનમસ્કારથી સર્વ પાપના નાશ થઈ -
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy