________________
૪૩૯
વિરોધી થવા લાગે. કોઈ પણ સાધુ તેની સાથે લેવડદેવડ, વાતચીત કરે નહિ, તેને કઈ કામ બતાવે નહિ, તે પણ એક્લો-અટુલે બનવાથી, આખા સમુદાય ઉપર મહાદ્વેષ ધારણ કરવા લાગે. કેઈકવાર સ્થવિર સાધુઓ, બહુ ધીમાશથી અને મીઠાશથી તેને શીખામણ આપતા. પણ તે શીખામણ તેને કળકળતા–ઉકળી રહેલા તેલમાં, ઠંડુ પાણી નાંખવા તુલ્ય થતી, [ઉકળતા તેલમાં પાછું પડે, એટલે તુરત જ ભડકે થાય, અને પાસે ઉભેલા અસાવધાન માણસને બાળી નાંખે.] આમ થવાથી ગ૭ અને રૂદ્રને સંબંધ, સમુદ્ર અને વડવાનલ જે બની ગયું હતું. એકદા રૂદ્રપરિણામવાળા રૂકમુનિને,એવો વિચાર આવ્યો કે, “આ આખે ગ૭ મારે છિદ્રાવેશી છે, માટે તેને હું નાશ કરી નાખું” આમ વિચાર કરીને, તે કઈ જગ્યાએથી વિષ મેળવી લાવ્યા, અને ગચ્છના ૫૦૦ સાધુઓને પીવાના પાણીમાં તેણે તે વિષ નાખ્યું. પરંતુ ચારિત્રની આરાધનામાં તન્મય બનેલા ગચ્છનું પુણ્ય જાગતું હોવાથી, શ્રીવીતરાગશાસનના વફાદાર નજીકના દેવનું ધ્યાન ગયું, અને ગચ્છના અધિપતિને, તે દુષ્ટસાધુનું કૃત્ય જણાવી દીધું. તેથી આખા ગચ્છને બચાવ થઈ ગયે. રુદ્રમૂર્તિ રુદ્ર સાધુ પણ, પિતાનું પાપ જાહેર થઈ જવાથી ગચ્છને ત્યાગ કરીને ચાલ્યો ગયે. “કોડ ઉપાય કર્યા છતાં, પાપ પ્રકટ થઈ જાય; કાપેલી નાસા કદી, ઢાંકી નવ ઢંકાય.”
રુદ્ધનું પાપ જગજાહેર થઈ ગયું, તે જ્યાં જાય ત્યાં અપમાન અને તિરસ્કાર પામવા લાગ્યું. તે કઈ જગ્યાએ કરી શકે નહિ. તેથી તેને ગચ્છ, ધર્મ અને વેશ ઉપર પણ