SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ દશ હજાર રૂપિયા એક ખાનગી જગ્યામાં છુપાવી દીધા. અને મનમાં નિર્ણય કર્યો કે, દરરોજ કમાણીમાંથી તદ્દન ઘેડામાં ખર્ચ કરવું, અને વધારે પિતાને ખાનગી સ્થાનમાં મૂકી આવ. લુગડાં બદલાવવા નહિ, દાગીને પહેરવા નહિ, વેશ્યા વિગેરેના મુખ સામું જોવું નહિ, કંઈની દુકાન પાસે ઉભા રહેવું નહીં. એમ બે ત્રણ માસમતે તેણે, પિતાની મીલ્કતને બમણી ત્રણગણી કરી નાંખી, વચમાં તેને પોતાના છેલછબીલા મોટાભાઈને ભેટ થયું હતું. એ બંને ભાઈને, પરસ્પરને વાર્તાલાપ આપણે જોઈ આવ્યા. તે નગરના પાંચ-દશ વર્ષના વસવાટમાં નાનભાઈ, લાખે રૂપીયા કમાયે. પરંતુ ખાનપાન, વસ્ત્રાભૂષણ, વેશ્યાસમાગમ કે નાટક-ચેટકના સ્વાદ લેવા ગયે નહિ. કુશળતા પૂર્વક લમીના ગાડાઓ ભરી રવાના થયા. નગરના ઘણા માણસની સાથે, તેમને માયા બંધાણી હેવાથી, હજારો મનુષ્ય શેઠને મુકવા આવ્યા. ગામ બહાર લાંબે સુધી બધા તેની સાથે ગયા, પાછા વળતાં ઘણુંને આંખમાં આંસુ આવ્યાં, પણ શેઠજી હસતા-હસતા સૌને દિલાસો આપતા હતા. છેવટે તે પિતાના દેશ જવા. રવાના થયા. ઘણીવાર સુધી લોકે શેઠને જોતા જ ઊભા રહ્યા. છેવટે શેઠની આવડતનાં, સાદાઈનાં, ભલાઈન, સદાચરણનાં, લેકસેવાનાં, અને ગુપ્તદાનનાં વખાણ કરતા, ભીની આંખે તેઓ. પણ પિતાના ઘર તરફ વળ્યા. મરે રાંક રેતાં ઘણાં મનુષ્યજન્મ કરી ફોક; નરભવ શ્રેષ્ઠ બનાવીને, હસતા મરતા કેક.૧” ઉપરના કથાનકને ઉપનય ૦ બે ભાઈઓ તે ગયા જન્મના પુણ્યરુપી દશ-દશ હજારની.
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy