SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ અ—કાઈ આત્મા છઠ (બે ઉપવાસ) અઠમ (ત્રણ ઉપવાસ) દશમ (ચાર ઉપવાસ) દ્વાદશ (પાંચઉપવાસ) માસ (એકમાસના ઉપવાસ) અર્ધમાસ (પંદર ઉપવાસ) જેવા, દુરતપ કરનારા હાવા છતાં, જો તે ગુરુવચનના અનાદર કરતા હાય, ગુરુવચનની અવગણના કરતા હાય તા, ઘેાર તપથી પણ તે અન તેાકાળ સંસારમાં જ રખડનારા ખને છે. તેને તપશ્ચર્યાંથી પણ કશા લાભ થતેા નથી. આ વાતથી એમ નક્કી થાય છે કે, ગુણી આત્માએ વડીલાને પરાધીન હૈાય છે. ગુરુ, પિતા, પતિ અને માલિકની સંપૂર્ણ આજ્ઞા માને છે. મનમાં પણ કુવિચારો લાવતા નથી. આ પ્રમાણે શ્રાવિકાબેન પણ, પેાતાના સ્વામીના વચનમાં જરા પણ શકા લાવ્યા સિવાય, સ્વામિની આજ્ઞાથી વાંચવા લાગ્યાં, અને એકલવ્યભીલની માફક વડિલના વિનય ફળ્યા વિનય એટલે બધા ફળ્યા કે, આ શ્રાવિકાબાઈ એ પ્રકરણનું ઊંડું જ્ઞાન પામીને, વૃદ્ધાવસ્થામાં ઘણા શ્રાવક-શ્રાવિકાઓને પણ ભણાવ્યાં. ઘણા ભાઈ એ તેમની પાસે ભણીને, તેમના સગા પુત્રો જેવા ભક્ત બન્યા. કહેવાય છે કે, આ સુશ્રાવિકા, પોતાના પતિના મરણ પછી, અમદાવાદશહેરમાં, કાકીમાના'નામથી એક સારા અનુભવી આત્મા તરીકે પ્રસિદ્ધ થયાં. અમને આ સંપૂર્ણ હકીક્ત અમદાવાદના એક માનવતા વીશાશ્રીમાળી જૈન કામના શેઠ અને આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ, હાજાપટેલની પોળમાંની રામજીમંદિરની પાળના રહીશ, શેઠ મયાભાઇ સાંકળચ'દ, જેઓ ૧૯૮૭ની સાલમાં, અમારી પાસે કર્મગ્રંથના અભ્યાસ કરવા આવતા હતા, તેમણે કહેલી છે, તે અમે લાભની ખાતર અહીં લખી છે.
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy