________________
૩૩૫
કેટલા વેશ ભજવાવવા? તેને આંકડે કે સંખ્યા નથી. મેહનીયકર્મને આધિન બનેલા જગતના પ્રાણીઓ નાચ્યા કરે છે. એટલે સાધુનો વેશ પહેરીને આપણું આ અજ્ઞાની જીવડે પણ જે જે ભૂલ કરી છે, તે ગણાવી શકાય તેમ નથી, છતાં આગળ બતાવવામાં આવતા સાધુદશાના ગુણો ઉપરથી સમજી શકાશે કે, આથી જેટલું વિપરીત થયું છે અને થાય છે તે બધું આ જીવના સંસારની વૃદ્ધિને માટે જ છે.
ઉપરના વર્ણનથી સમજી શકાશે કે, જ્ઞાની પુરુષોએ જે “જ્ઞાનવિષ્ય મોક્ષ ફરમાવેલ છે, તે બરાબર છે. અને તેથી બને ચક્ષુઓની માફક, અથવા રથના બે ચકો (પૈઈડાં) ની માફક, કે મનુષ્યના બે પગની માફક, આત્માને મેક્ષમાં જવા માટે, જ્ઞાન અને ક્રિયા બનેની જરૂર છે.
તે જ કારણને લક્ષમાં રાખીને, શ્રીજિનેશ્વરદેએ ક્રિયા ને સંપૂર્ણ આદર આપ્યો છે. તે ભગવંતે પોતે પણ જ્ઞાનથી તે જ ભવમાં, પોતાની મુક્તિ જાણતા હોવા છતાં, ચારિત્ર અંગીકાર કરીને, ઘોર તપસ્યા કરી, ઘેર પરિષહો અને ઉપસર્ગો સહન કર્યા, દેશદેશ વિચર્યા, હંમેશાં ઊભા પગે રહ્યા, મોટા મેટા અભિગ્રહ ધારણ કર્યા, સદા કાર્યોત્સર્ગ મુદ્રાએ જ રહ્યા, આ બધા પ્રકાર કિયાના જ છે. જ્ઞાનના સહયોગથી ક્રિયા અમૃત જેવી થાય અને ક્રિયાની સહાયથી જ્ઞાનની વૃદ્ધિ અને શુદ્ધિ થાય, અંતે કર્મોને નાશ અને કેવળજ્ઞાન પણ થાય છે.
પ્ર–ભગવતીમદેવા અને ભરત મહારાજ પ્રમુખ ઘણું મહાત્માઓ કિયા વગર જ મેક્ષમાં ગયા છે. તે પછી જ્ઞાનવિર્ષો મોક્ષ. એમ કહેવાની શી જરૂર ?