________________
૩છે
વાળા જીવો માટે, અતિ સરળ-ગ્રામ્યભાષામાં લખાયેલા આવા પુસ્તકો પણ શ્રીજૈનમાર્ગને સમજવા માટે જરૂર ઉપયોગી થવા સંભવ ગણાય.
જેમ શહેરમાં દશ દશ લાખનું કે એનાથી પણ વધારે સીલિક કાપડ રાખનારા કાપડના વેપારીઓ હોવા છતાં, લાખ પચ્ચાસ હજારને માલ રાખનારા પણ હોય છે. વળી દશવીશ. હજારને માલ રાખનારા પણ હોય છે. બેપાંચ હજારનો રાખનારા પણ હોય છે. અને ફેરીયા પણ હોય છે.
આંહી જેમ નાની મોટી દુકાનેવાળાથી લોકોને અનુકુલતા. સચવાય છે, અને દુકાનવાળા પણ પિતાની સામગ્રી અનુસાર, જરૂર પિતે કાંઈક કમાય છે. તેમ શ્રી વીતરાગ શાસનની નાની મોટી આરાધનાઓ પણ, જીવભેદે યથાયોગ્ય લાભ કરનારી બને છે. એ ન્યાયે પુસ્તક પણ માર્ગાનુસારી હોય તે નાના કે મેટાને પણ લાભકારક થવા સંભવ ખરે. - તેમાં પણ જ્ઞાનની મુખ્યતા છે. જ્ઞાન પ્રકાશ છે. જ્ઞાન દીવે છે. “જ્ઞાનક્રિયાભ્યાં મેક્ષ” આમ જ્ઞાનકિયા બંને મેક્ષની આરાધનાનાં રથના ચકની માફક, બે અંગે હવા છતાં પણ જ્ઞાન આગેવાન છે. જ્ઞાન વગરની જોરદાર કિયા પણ મેક્ષદાયક થતી નથી, અને ક્રિયા વગરનું જ્ઞાન મરૂદેવા
સ્વામિનીની માફક, મોક્ષ પણ આપી શકે છે. તથાચ.. उक्कोसं दव्वथुइं, आराहिय जाइ अच्चुयं जाव । ...... भावत्थवेण पावइ अंतमुहुत्तेण निव्वाणं ॥ અથ–ઉત્કૃષ્ટક્રિયાને આરાધક અસ્પૃતસ્વર્ગ સુધી જાય =જઈ શકે. પરંતુ ભાવસ્તવ અને જ્ઞાનવાન આત્મા અન્તર્મુહૂર્તમાં