________________
૧૭૯
અને આશશ્વતી બંને પ્રકારની સર્વક્ષેત્રની અને સર્વ કાળની પ્રતિમાઓને નમસ્કાર થાય છે. પ્રભુપ્રતિમાનું ઓળખાણપૂર્વ કનું જેટલું બહુમાન થાય, તે ભક્ત આત્માના સમકિતને નિર્મલ કરનાર બને છે. શ્રીજિનેશ્વરદેવની પ્રતિમાને પૂજવાથી, વાંદવાથી, સત્કાર કરવાથી સન્માન કરવાથી બેધિબીજ અને યાવત્ મુકિત પણ પામી શકાય છે.
“अरिहंतचेहसाणं करेभि काउस्सग्गं, वंदणवत्तिआए, पुअ. णवत्तिाए, सक्कारवत्तिआए, सम्माणवत्तिआए, बोहिलाभवत्तिમાપ, નિવારવત્તિનાપ...” હવે શ્રીજિનેશ્વરદેવને દ્રવ્યનિક્ષેપે વિચારીએ.
આ ભરતક્ષેત્ર અને આવાં બીજા ચાર ભરતક્ષેત્રે મળી પાંચ ભરતક્ષેત્રમાં, અને તે જ પ્રમાણે પાંચ ઐરવતક્ષેત્રમાં, એક અવસર્પિણુકાળમાં, વીશ જિનેશ્વરદે જન્મ પામે છે. અને દીક્ષા, કેવલજ્ઞાન, અને નિર્વાણ પામી મેક્ષે પધારે છે. એ જ પ્રમાણે ઉત્સપિકાળમાં પણ એવીશ જિનેશ્વરદે થાય છે.
અનંતી અવસર્પિણ ઉત્સર્પિણી કાળ જવાથી એક પુદ્ગલપરાવર્ત થાય છે. એવા એક પુદ્ગલપરાવર્તમાં, એકજ ક્ષેત્રમાં અનંતી ચોવીશી જિનેશ્વરદેવેની થાય છે, કહ્યું છે કે,
" उस्सप्पिणी अणंता, पुग्गलपरिट्टओ मुणेयव्यो ॥"
આવા પુદ્ગલપરાવર્તે પણ અનંતા થઈ ગયા હોવાથી અતીતકાળમાં શ્રીજિનેશ્વરદેવે દરેક ભારતઐરવતક્ષેત્રમાં અનંતાનંત થાય છે. જેઓ કેવલજ્ઞાન પામીને, તીર્થની સ્થાપના કરીને, લાખેકેડે કે અબજો આત્માઓને મોક્ષ