________________
૧૨૯
આત્માને મજબુત કરવા લાગ્યા—
“सह कलेवरखेदमचिन्तयन् स्ववशताहि पुनस्तवदुर्लभा । बहुतरं च सहिष्यसि जीव हे परवशो न च तत्र गुणोस्ति ते ॥ "
અર્થ :-હે આત્મા ! કલેવરનું ક્ષણિક દુખ વિચાર્યા સિવાય સહન કરી લે, આવી જાગૃતિવાલી સ્વતંત્રતા કરીને તને મળવી દુર્લભ છે જો તુ અહીં ક્રોધ કરીશ, હિંસાના વિચાર કરીશ, બીજાને શત્રુ તરીકે માનીશ, આત કે રૌદ્રધ્યાન મનમાં લાવીશ ! તે તું મરીને નરક કે પશુગતિમાં ચાલ્યે। જઈશ. ત્યાં તને આના કરતાં અનેકગણું દુ:ખ સહન કરવું પડશે, ત્યાં ઇચ્છા વિના અજ્ઞાનતાથી રાઈ-બરાડા પાડી સહન કરવા છતાં તારા આત્માને જરાપણ લાભ થશે નહિ...
•
આમ આત્માને એકદમ જાગૃત બનાવી, વીરવૃત્તિ ધારણ કરી, ખાણુ મુકનાર ભિલ ઉપર પણ મિત્રતા [મૈત્રી ભાવના]નું ચિન્તવન કરતા, અરિહંતાદિ ચારેનુ શરણ કરી, ચતુર્વિધાહારનું પ્રત્યાખ્યાન કરી, જગતના પ્રાણી માત્ર સાથે ક્ષમાપના કરી, સુકૃતનુ' અનુમેદન અને દુષ્કૃતની નિન્દા કરી નમસ્કારમહામંત્રનું ધ્યાન કરી. અનશન ઉચ્ચરી, અઢારે પાપસ્થાનકાને વાસિરાવી, કાલધર્મ [ મરણ ] પામીને મહા મુનિરાજ વજ્રનાભરાજર્ષિ મધ્યમ શૈવેયકમાં દેવપણે ઉપન્યા. અને અધમ આત્મા કુરગઢ ભિલ મુનિરાજને મારી નાંખીને મનમાં મસ્ત બનીને આખું જીવન હિંસામય જીવીને મરણકાલે રૌદ્રપરિણામ વાળે થઈ સાતમી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયે.....
ભગવાન પાર્શ્વનાથ પ્રભુને વજ્રનાભ મુનિવરપણે છઠ્ઠો અને મધ્યમ ગ્રેવેયક દેવપણાને સાતમે ભવ પૂર્ણ થયેા.