________________
૧૦૩
અત્યંત દયામણો અને રાંક બનેલે જણાય છે. આ કાલના વર્તમાન ઇતિહાસમાં પણ આવા દાખલા ઘણું જ મળે છે.
બાણ લખ માલવ ધણી, મુંજ નરેસર રાય; રક બની ઘર ઘર વિષે ભિક્ષા માગણ જાય, ૧ ભાવિ દેશ અઢારને, કુમારપાળ ભૂપાલ; પાપોઢ્ય પરભવતણે, ભટકયો થઈ કંગાલ. ૨ પરમભક્ત પ્રભુવીરનો, જિનશાસન ગાર; કર્મોદય કેદી બન્ય, ધર્મી ભાભાસાર. ૩”
બાણું લાખ માલવાનો માલિક મંજરાજા ભિખારી બનીને ભુંડા હાલે મરણ પામે. ક્ષાયિક સમ્યકત્વને ધણી અને પ્રભુ મહાવીરને પરમભકત શ્રેણિક રાજા પોતાના જ પુત્રના કેદખાનામાં ગંધાઈને મરણને શરણ થયા. રાજા કુમારપાળ જેમને છેલ્લા ત્રીશ વર્ષ મહાન સમ્રાની સામગ્રી ભેગવવાની તક સાંપડી છે તે કુમારપાળ વચલી વયમાં લગભગ ૨૫ વર્ષ મહાકંગાળ દશામાં આથડી આડીને અતિ વિટંબણાઓને ભોગ બન્યા હતે.
ખરેખર કર્મની ગહનતા અજબ છે કર્મનું કેકડું ઉકેલવાની શક્તિ કેઈ વિરલ આત્મામાં જ પ્રકટ થાય છે. આપણું ચરિત્રનાયક ભગવાન પ્રાર્થપ્રભુના આત્માને પણ દુષ્ટ કર્મોએ પશુપણું અપાવ્યું. પણ ભવિતવ્યતાની અનુકૂળતા થવાથી શુદ્ધ ગુરુ મળ્યા. આત્મામાં મહાનુભાવતા પ્રકટેલી હેવાથી પશુપણામાં પણ મદદગાર થઈ દેવપણું અને વિદ્યાધરનુ૫૫ણું પણ પ્રાપ્ત થયું.