________________
ગુરુમહારાજ ફરમાવે છે કે – "भवकोटीदुष्प्रापामवाप्य नुभवादिसकलसामग्रीम् । भवजलधियानपात्रे धर्मे यत्नः सदा कार्यः ।।"
અર્થ—કેડે ગમે ભવોની મહેનતથી પણ ન પામી શકાય તેવી મનુષ્ય જન્માદિ બધી સામગ્રીને પામીને સંસારસમુદ્રમાં વહાણ જેવા ધર્મમાં હંમેશાં ઉદ્યમ ચાલુ જ રાખવે જોઈએ. કારણ કે અક્ષર વિનાને લેખ, ભિલે બીડેલું કવર હિય] મૂતિ વિનાનું દેવમંદિર અને પાણી વગરનું સરેવર જેમ તદ્દન નકામું છે. તેમ ધર્મ વગરનું મનુષ્યપણું તદ્દન નકામું જ છે. જેમ મૂળ વગરનું ઝાડ લાંબા કાળ ટકી રહેતું નથી, મસ્તક વગરનું ધડ [શરીર વધુ વખત જીવતું નથી, તે જ પ્રમાણે ધર્મ વગરને મનુષ્યભવ આદિ શુભ સામગ્રી ચિરસ્થાયી થઈ શકતી નથી. જેમ આવડગત વગર વેપાર નકામે છે, આવડગત વગર રાજ્ય વધુ ટકતું નથી, આવડગત વગરનું શિપ નકામું છે. તેમ ધર્મની આવડગત વગરનું મનુષ્ય જીવન તદ્દન નિષ્ફળ-નકામું છે.
શકા–આપણે ગયા જન્મમાં ધર્મ કર્યો હશે. અને અમુક માણસે ગયા જન્મમાં ધર્મ કર્યો નથી, એની ખાત્રી શી?
સમાધાન–જેમ ઝાડની ઉંચાઈ પહોળાઈ અને વિસ્તારથી તે ઝાડનું મૂળ કેટલું ઉંડું, પહોળું અને જાડું હશે તેનું અનુમાન બંધાય છે. જેમકે કેટલાંક ઘાસ, અષાઢ માસમાં ઉગે છે અને ભાદરવા, આશ્વિન માસમાં સુકાઈ જાય છે, તેમનાં મૂળ ઉંડા હતાં નથી. વળી કેટલાંય વડનાં અને આંબાના ઝાડે [ઉજેણીને સીધવડ, ભરુચ-અંકલેશ્વર પાસેને