________________
જગના પ્રાણી માત્રને, વહાલા છે નિજ પ્રાણ, માટે મન વચ કાયથી, હવે કરૂં તસ ત્રાણ ફા આશીર્વાદ મુજ એટલે, ભવ ભવ એ મુજ ભાવ, ત્રસસ્થાવર છ બધા, દુઃખીઆ કે નવિ થાવ IIકા. એવી છે મુજ ભાવના, જો મુજ ધાર્યું થાય, શ્રી જિનશાસનને વિષે, સ્થાવું જીવ બધાય પાર
આવી ભાવનાઓ વારંવાર સ્કુરાયમાન થવાથી ભવિષ્યમાં આખા જગતનું ભલું કરવાની સામગ્રી સાંપડવાનાં પુણ્ય બંધાવા માંડે છે. હિંસા, જુઠ, ચેરી, મૈથુન અને પરિગ્રહ, મમતા વિગેરે પાપ નબળાં પડવા માંડે છે અને મૈત્રી,. પ્રદ, કારુણ્ય, માધ્યસ્થ ભાવનાઓ ખીલવા માંડે છે. સાથેસાથે બીજા અનેક ગુણનો આવિર્ભાવ શરુ થાય છે.
શ્રીજિનેશ્વરદેવના આત્માઓ સંસારના કીચડમાંથી કેવી રીતે બહાર નીકળી, આગળ આવી, ઉંચા ચડે છે. તે સ્વરૂપ સમજવા સારૂ અહીં આપણે શ્રી પાર્શ્વનાથસ્વામીના દશ ભવનું વર્ણન જોઈએ.
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં. પિતનપુર નામનું દેવપુરી જેવું સુંદર નગર હતું. તેમાં સૂર્ય જે પ્રતાપી, ચંદ્ર જે સૌમ્ય, ઈન્દ્ર જેવો વૈભવશાળી, કામદેવ જે રૂપાળે, બૃહસ્પતિ જે બુદ્ધિમાન, પિતાની માફક પ્રજાને પાળનાર, અરવિંદ નામને રાજા રાજ્ય કરતું હતું. તે રાજાને શીલાદિ અનેકગુણગણને ધારણ કરનારી પ્રીતિમતી નામની પટ્ટરાણી હતી.
તે રાજાને રાજ્યગર અથવા કુલર તરીકે વિશ્વભૂતિ નામે પુરોહિત હતે. તે પણ વ્યાકરણ, સાહિત્ય, ન્યાય, કાવ્ય,