________________
પ્રસ્તાવના
કુદરતની દરેક વસ્તુઓ પિતાના જીવનમાં વિવિધ પ્રકારના ફેરફાર કરીને આગળ વધવા અને પૂર્ણતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી રહી હોય તેમ વિચાર કરનારને માલુમ પડ્યા વિના રહેશે નહિ. આગળ પ્રગતિ કરનારને પુરત પરિશ્રમ કરવો પડે છે અને તે સાથે ચાલુ સ્થિતિ કે આકૃતિનો પણ ભોગ આપવો પડે છે. બાળપણના સંબંધ અને સંબંધીઓને પલટાવીને નવા સંબંધો અને સંબંધીઓ મેળવવા પડે છે. અને ત્યારે જ તે ચાલુ સ્થિતિમાંથી આગળ વધી શકે છે.
એક બીજનો પૂર્ણ વિકાશ કેટલા પરિશ્રમે અને કેટલી સ્થિતિ પલટાવવા પછી થાય છે તે એક જંગલમાં કે ખેતરમાં ઉગેલા છોડવાને બારીકાઈથી નિહાળવાથી સમજી શકાય તેમ છે. પ્રથમ બીજ માટીમાં દબાય છે, જમીનની ગરમી અને પાણીની મદદથી તે પિચું પડે છે, પછી તે ફૂલે છે, ફાટે છે, અને તેમાંથી અંકુર ફૂટી બહાર આવે છે. ત્યારબાદ પાંદડાં નીકળી ઉંચું વધે છે. આ વખતે બહારની હવા, ગરમી, ટાઢ કે વાયરાના ઝપાટા વિગેરેમાંથી પિતાને બચાવ કરવા તેને તેઓની સામે ટક્કર ઝીલવી પડે છે. વળી તેમાં કોઈ પશુ કે મનુષ્ય આવીને ખાઈ જાય કે ખેંચી કાઢે તે આ વિકાશ અહીંજ અટકી પડે છે, આમ અનેક વિનો વચ્ચે માર્ગ પસાર કરતાં તે છોડવો મટે થાય છે. પછી તેને ફુલ અને ફળ આવે છે. આ પ્રમાણે પોતાના વિકાસક્રમની પ્રવૃત્તિની પૂર્ણાહુતિ કરે છે.
આ પ્રમાણે આત્માનો વિકાસ પણ આવી અનેક સ્થિતિ અને વિનેને ઓળંગીને થઈ શકે છે. મૂળમાં જે બીજ હતું તે જેમ ટોચે પ્રગટ થતાં તેને વિકાશ થય ગણાય છે, તેમ સત્તામાં આ. વિ. ૧