________________
૧૦૪
એ ન બદલાય ત્યાં સુધી ભોજનને ફેરફાર બહુ અને કાયમને ઉપગી થતો નથી. સ્વાદ માટે કે મનને રાજી રાખવા ખાતર ન ખાવું. હદપાર વિષયની ઈચછા એ સ્વછંદવૃત્તિ છે તેથી હૃદયને સ્વતંત્ર બનાવી પવિત્ર કરવું. ૭
શારીરિક સંયમની રક્ષા, શક્તિપૂર્વક કામ કરવું, વિના વિલબે કરાતું કર્તવ્ય, સવારમાં વહેલા ઉઠવાપણું, મિતાહારતા, ભેજનમાં સંતેષ, વધારે ખાવાની અનિચ્છા, અને વિષયક વાસના ઉપર અંકુશ, આટલું થતાં શરીર સંબંધી બે પગથીયાં પર જીવ ચડે ગણાય છે. ૮
શરીર શુદ્ધિ પછી વચનની શુદ્ધિ કરવાનો અભ્યાસ શરૂ કરો. પરની નિંદા ન કરવી, બીજાઓની ખરાબ બાબતે શોધવી નહિ. કે યાદ ન કરવી, બીજાની પાછળ તેના દો ન બોલવા, તે દેશોનું અતિશયોક્તિ કરી વર્ણન ન કરવું અને કેઈની ગુપ્ત વાતો પ્રગટ ન કરવી. આ સર્વને નિંદા ત્યાગમાં સમાવેશ થાય છે. દરેક નિંદા કરનારમાં ક્રૂરતા, અવિશ્વાસ અને અસત્યનાં તો અવશ્ય હોય છે. હું
સત્ય જીવન ગાળનાર મનુષ્ય નિંદાવાળા શબ્દો બેલત નથી, તેવા વિચારોને દૂર કરવા પ્રયત્ન કરે છે, કોઈને કલંક આપતું નથી, સ્નેહીઓને પણ તિરસ્કાર કરતા નથી, તેના રૂબરૂમાં ન કહી શકાય તેવી તેની પાછળ વાત કરતો નથી, આ પ્રમાણે બીજાના સંબંધમાં વર્તન કરતાં દુષ્ટ ભાવનાઓ તેની મેળે શાંત થઈ જાય છે. ૧૦