________________
તમે નિરંતર વધારે પ્રેમાળ, નમ્ર અને દિલસેજીવાળા બને. કઠેર થઈ બીજાને મુંઝવણમાં ન નાખશે. જગતમાં દુઃખને પાર નથી તેમાં તમારે ઘટાડે કરે પણ વધારે ન કરશે. તમે પ્રકાશરૂપ થઈ બીજાને માર્ગદર્શક બને, તમારી સેબતમાં આવતા જ તમારા પ્રકાશને લાભ લઈને ધારેલા નિર્ભય સ્થાને પહોંચે તેમાં મદદગાર થાઓ. ૧૮
તમારી બીજા ઉપર કેવી અસર થાય છે તેમાં જ ખરી આધ્યાત્મવિદ્યા સમાયેલી જણાઈ આવશે. તમારો જન્મજ બીજાને આગળ વધારવા માટે છે એ આદર્શ નજર સન્મુખ રાખી જીવન વ્યવહાર ચલાવે. ૧૯
જીવોની અજ્ઞાનતા, નિર્બળતા અને હલકી પ્રવૃત્તિ જોઈને તેના તરફ કઠોર ન થશે, તેઓ પડેલા છે તેને ઉભા થવામાં મદદ કરે. તમે જ્યાં ઉભા છે ત્યાંથી કદાચ પડી પણું જાઓ, તે વખતે ઉભા થવામાં તમને બીજાની મદદની જરૂર પણ પડે, માટે બીજ વાવી મૂક્યું હશે તે ફળ લેવાને કે ખાવાને પ્રસંગ મળશે. ૨૦
આ સર્વ આધ્યાત્મિક જીવન જીવવા જેવું છે. સર્વમાં આત્મા જોતાં શીખશો ત્યારે તમારી ભાવના ઉપર પ્રમાણે થશે. દેહાદિ ઉપાધિ તરફ દૃષ્ટિ કરતાં જે ભેદ દેખાય છે તે ઉપાધિની પાછળ રહેલી આત્મતિ જોતાં નાશ પામશે. આધ્યાત્મિક જીવન જીવનાર છેવટે પરમાત્મ સ્વરૂપ બની રહેશે. ૨૧