________________
શ્રદ્ધાંજલિ જેઓ જૈન સંસ્કૃતિના શણગાર હતા, ત્યાગ, તપ, જપ ધ્યાન, યોગ, સાહિત્ય વિગેરે સદ્દગુણ પરિમલથી જેમનું જીવનપુષ્પ મહેકતું હતું, જેમના નયન યુગ્મમાંથી નિતાઃ કરુણાની પીયૂષ ધારા વહેતી હતી, જેમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ નિરખી આબાળ વૃદ્ધજનોના મસ્તક ઝુકી પડતા હતા, જેમની સતત ઉપદેશ ધારાથી અનેક સદ્ભાગી આત્માઓ સાચા વીતરાગ પત્થના રાહી બન્યા હતા, જેમના મનપ્રદેશમાં સતત સોહમનું રટણ
તથા વ્યાખ્યાન વાર્તાલાપમાં તત્વજ્ઞાનનું મનન હતું, જેઓ નિર્દોષતામાં શિશુ, જ્ઞાનમાં યુવાન અને અનુભવમાં વૃદ્ધ હતા, તેવા પરમ તારક પૂજ્ય પ્રવર
ગનિષ્ઠ ગુરુદેવ આચાર્ય શ્રીમદ્ વિજ્યકેશરસૂરીશ્વરજી મહારાજના મારા ઉપરના અગણિત ઉપકારની સ્મૃતિમાં ઉપરોક્ત શ્રદ્ધાંજલિ સહ તેઓશ્રીને કરકમળમાં મહામહ ઉપર વિજ્ય મેળવી આત્મપુષ્પને સંપૂર્ણ વિકાશી બનવામાં સહાયભૂત આ પુસ્તક સમપી કૃતાર્થ થાઉ છું.
લિ. આપની કૃપાકાંક્ષી જ્ઞાનશ્રી