________________
અદેવને ઉત્પન્ન થાય છે. જેવા વિચારો અને જેવી વાસ્નાએ હેય તેવા પ્રકારનું મનનું બંધારણ બંધાય છે. હલકા પ્રકારનું મન આત્માની ઉન્નતિમાં વિનરૂપ થાય છે. ૭
તેને સુધારવા માટે અશુભ વિચાર કરવાની ટેવ બંધ કરી તેનાથી જુદી જાતના સારા વિચારો કરવાની ટેવ વધારવી. શરૂઆતમાં તે કામ કઠણ તે લાગશે. કેમકે મનના પરમાણુઓ અશુભ વિચારના બંધાયેલાં છે, અશુભ વિચારથી ભરેલા છે, અને તે વારંવાર અશુભ વિચારેને જન્મ આપ્યા કરે છે. આ પમાણુઓને નાશ ન થાય ત્યાં સુધી આ શુભ અને અશુભ વિચારો વચ્ચે યુદ્ધ ચાલુ રહેવાનું. ૮
છતાં જેમ જેમ શુભ વિચારોને મનમાં પ્રગટાવતા જઈએ છીએ તેમ તેમ અશુભ વિચારો ઉત્પન્ન કરનાર પરમાણુઓ મનમાંથી ઓછાં થતાં જાય છે. અને તેને સ્થાને શુભ વિચારેને અનુકૂળ પરમાણુઓ ગોઠવાતાં જાય છે. છેવટે શુભ વિચારોને પ્રગટાવી શકે તેવું મનનું બળ વૃદ્ધિ પામે છે. આમ શુદ્ધ પરમાણુઓથી માનસિક બળ બળવાન થતાં અશુભ મનને પરાજય થશે. ૯ | મનમાં સારા પ્રકારના આંદલને ઉત્પન્ન કરવાની ટેવ પડયા પછી સહેલાઈથી સારાં આંદલને ઉત્પન્ન કરી શકાય છે. કેમકે એકવાર આ માગે વિચારને જવા આવવાની ટેવ પડે છે. તે ફરી તે માર્ગે ચાલવાનું કામ વિચારને સુલભ થઈ પડે છે. ૧૦. '