________________
તેમ નથી. આપ તેને કાંઈ કહેશે તો તે સામો થશે, આપઘાત કરશે કે કોઈ બીજે ઉત્પાત કરશે, માટે તે સંબંધી કાંઈ પણ કહેવું તે અત્યારે અસ્થાને છે.
કળાચાર્યે કહ્યું. મહારાજા ! વિદુરનું કહેવું યેચ છે. મેં કઈ પણ પ્રસંગે શીખામણ દીધી હતી ત્યારે મારી સ્થીતિ લગભગ ગંભીર થઈ હતી.
ત્યારે હવે શું ઉપાય કરવો? કળાચાચે જણાવ્યું. તેને કેઈ ઉપાય મને સુજતો નથી.
- વિદુરે જણાવ્યું. પ્રભુ! આપણા શહેરમાં જનમતને જ્ઞાતા એક નિમિત્તિઓ આવ્યું છે તે ઉપાય બતાવશે એમ મને લાગે છે.
રાજાએ કહ્યું, ત્યારે તમે તેને અહીં બોલાવે. જેવી આપની આજ્ઞા, એમ કહી વિદુર જાય છે. થોડા જ વખતમાં નિમિતિને લઈ વિદુર આવે છે. રાજાએ તેને સારો સત્કાર કર્યો, બેસવા આસન આપ્યું. તેની આકૃતિ ઉપરથી રાજાને સંતોષ થયે. એટલે નંદિવર્ધન કુમારને પાપ મિત્ર વૈશ્વાનરને સંબંધ થયો છે તે હકીકત સંભળાવી તેના પાશમાંથી કુમાર કેમ છુટે તેને ઉપાય પૂછયે. બધી હકીક્ત ધ્યાનમાં લઈ નિમિતિએ જણાવ્યું. મહારાજા !
ચિત્ત સૌંદર્યનગર. ચિત્ત સૌદર્ય નામનું નગર છે તે સર્વ ઉપદ્રવથી રહિત છે, કેમકે રાગાદિ ચારે ત્યાંના લોકોને કઈ રીતે