________________
છે છે આ નમઃ |
-- સમર્પણ પત્રિકા – જેમની પવિત્ર છાયામાં ૩૯ વર્ષ સુધી આત્મ સાધના કરી સંયમનું સુખ અનુભવ્યું. જેમનું વાત્સલ્યથી છલકતું હૃદય નિર્મળ પ્રેમના શ્રોતને વહાવતું, સેવા સહિષ્ણુતા અને સહકાર આદિ ગુણની પરંપરામાંથી સતત પ્રેરણું મેળવી જ્ઞાન દર્શન ચારિત્ર રૂપી રત્ન ત્રયીની અમૂલ્ય ભેટ મેળવી, ધ્યાન અને ગની સાધનામાં દીવાદાંડી રૂપ પુણ્યશ્લેક પ્રાતઃ સ્મરણીય પરમ કૃપાળુ કરુણ મૂર્તિ ગુરુમાતા પ. પૂજ્ય સાધ્વીજી શ્રી સૌભાગ્યશ્રીજી મહારાજ સાહેબના કરકમલમાં આ પુસ્તક રૂપી પુષ્પાંજલી સમપ કૃતાર્થ
થાઉં છું
લિ. આપની કૃપાપાત્રી,
સાની