SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ ચારિત્રધર્મનું ચતુરંગબી–રાજન ! આ ચતુરંગ બળમાં ગાંભીર્યતા, ઉદારતા. શૌર્યતા, વિગેરે રથ છે, જેઓ ચાલતી વખત થતા ઘણઘણારાવના શબ્દોથી દિશાઓને ગજાવી, આશય એ છે કે ગંભીરતા ઉદારતા શૂરવીરતાની ગતિ ધીમી પણ મજબુત કાર્ય સાધક કુતિવાળી છે તે માટે તેને રથની ઉપમા આપી છે. ૧ યશકીર્તિ, સૌજન્ય, શ્રેષ્ઠતા, સજનતા, પ્રણય આદિ હાથીઓ વિલાસ કરતા પિતાના ગુલગુલાયમાન શબ્દોથી ભુવનને ભરી મૂકે છે. કીતિ, સજજનતાદિ, વિશ્વમાં ફરી વળના હેવાથી હાથીની ઉપમા આપી છે. ૨ બુદ્ધિની વિશાળતા, વચનની ચતુરતા, અને નિપુણતાદિ આ રાજાના સૈન્યમાં અશ્વો છે. બુદ્ધિઆદિ ઘોડાની માફક આનંદદાયક અવાજ કરનારા હોવાથી ઘોડાની ઉપમા આપી છે. ૩ આ સ્થિરતા, ડહાપણ, દાક્ષિણ્યતાદિ સેનાનીઓ છે. જેઓ પાર વિનાના ગંભીર અને વિસ્તારવાળા શાંત સમુદ્રનીબ્રાતિ ઉત્પન્ન કરે છે. આ ચતુરંગ સન્યને પડાવ ચિત્તવૃત્તિ અટવીમાં જમણી બાજુ પર પડેલ છે. અપ્રમાદયંત્ર–રાજન ! જ્યારે જ્યારે યુદ્ધને પ્રસંગ પડે છે ત્યારે ત્યારે જૈનસપુરના મહાત્માએ આ અપ્રમાદ યંત્ર દુશ્મનોનો નાશ કરવા માટે વાપરે છે. આ
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy