________________
૨૭
સુદૃષ્ટિ—રાજન્ ! આ સમ્યગ્દર્શનને સુષ્ટિ નામની શ્વેત વણુ વાળી મનેાહર સ્ત્રી છે. તે પેાતાના ગુણથી વિશ્વમાં પ્રખ્યાત છે. આ સ્ત્રી મહા વીશાળી હેાવાથી, જો તેની વિધિપૂર્વક સેવા કરવામાં આવે તે તે જૈનપુરવાસી લેાકેાના ચિત્તને સન્માર્ગોમાં સ્થિર કરાવે છે. મહામેાહ રાજાને મિથ્યાત્વ નામને મહત્તમ અને તેની કુદૃષ્ટિ નામની વિચિત્ર ચરિત્રવાળી જે સ્ત્રી છે તેના આચાર વિચારથી આ બન્ને પતિ પત્નિના ‘આચાર વિચાર તદ્દન વિરૂદ્ધ વિપક્ષ રૂપ છે. આ બન્ને જગને આનંહૃદાયક અને વિચારપૂર્વક વર્તન કરનારાં હોવાથી સુંદર પરિણામ લાવનારાં છે. મિથ્યાત્વ અને તેની સ્ત્રી કુદૃષ્ટિ પ્રયત્નપૂર્વક મહામેાહના સૈન્યને અળને વ્યવસ્થિત કરીને ચલાવે છે, ત્યારે આ સમ્યગ્રદર્શન અને સુદૃષ્ટિ ચારિત્ર ધર્મ રાજાના ખળને સુંદર રીતે પ્રવતાંવે છે. મિથ્યાદન અને કુદૃષ્ટિ તેમના મહાન શત્રુ છે.
આ સમ્યગ્દર્શન કોઈવાર અવસર જોઇને પેાતાનાં ત્રણ રૂપ ધારણ કરે છે. પ્રતિપક્ષીઓના વ્યય કરવાના હોય ત્યારે ક્ષયભાવ નામનું' રૂપ ધારણ કરે છે. પ્રતિપક્ષીએને દખાવવા હાય ત્યારે ઉપશમભાવ નામનું રૂપ ધારણ કરે છે અને કાંઈક દુશ્મનાના ક્ષય અને કાંઇક દખાવવાના પ્રસંગ હૈાય ત્યારે તે યાપશમ નામનું રૂપ ધારણ કરે છે. આ ત્રણ સ્વરૂપે તે કેાઈ વખત સ્વભાવથી જ કરે છે, અથવા સદ્બધ મત્રી તેમને ત્રણ સ્વરૂપ લેવરાવે છે.