SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ચારમુખ અને તેની શકિત દાન-રાજન ! દાન, શીયલ, તપ, અને ભાવના આ તે રાજાના ચાર મુખનાં નામ છે. પ્રથમનું મુખ જૈનસત્પવરના લેકને પાત્ર પ્રત્યે દાન અપાવે છે. મોહનો નાશ કરવા અર્થે જ્ઞાનનું દાન અપાવે છે, જગતને પ્રિય અભયદાન અપાવે છે. તેમ તે લોકેને કહે પણ છે કે, ધર્મના આધારભૂત દેહ છે, તેને ટકાવી રાખવા મદદગાર થઈ શકે તેવા આહાર, પાણી, વસ્ત્ર, પાત્રાદિ આપે. રહેવાને સ્થાન આપે. આ મદદથી પાત્રભૂત સાધુઓ આત્મધર્મની વૃદ્ધિ કરશે અને તેને લાભ બીજાઓને તેઓ આપશે. પિતાને મળેલા અનુભવ રૂપ જ્ઞાનનું દાન તેઓ આહારાદિ આપનારને કરશે, તેઓ પોતે સર્વ જી અભય-નિર્ભય રહે તેવી પ્રવૃત્તિ કરે છે, બીજાઓને મરણનો ભય ન આપવા બોધ આપે છે. તેમજ દીન, અંધ, અને ગરીબને દયાળુ લેકે આહારાદિ આપે છે તેને તે મુખ નિષેધ કરતું નથી. પણ ગાયનું, અશ્વનું, ભૂમિનું, સુવર્ણનું અને તેવાંજ બીજા દાન અપાવવાની ઈચ્છા તે બતાવતું નથી. કેમકે તેથી દાન દેનાર અને લેનારને ફાયદો નથી. આ પ્રથમ દાન નામનું મુખ, સારા આશયને વધારનાર, આગ્રહનો નાશ કરનાર અને અનુકંપા તરફ પ્રવૃત્તિ કરાવનાર છે. શીગળ–રાજન ! જે સાધુઓ આ જૈનસપુરમાં રહે
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy