________________
૨૫૫
આરૂઢ થાય તે વધારે સારા અને સુખી થાય તેમાં શું આશ્ચર્ય
સાત્વિક રાજસિક અને તામાસિક ત્રણ પ્રકારની પ્રકૃતિ -સ્વભાવ છે. તેમાં સાત્વિક પ્રકૃતિ ઉત્તમ છે. આ સ્વભાવવાળા દેવ ભૂમિમાં જાય છે. આ સાત્વિક સ્વભાવની પાસેજ સત્યાસત્યને જચેતનનો વિવેક પ્રાપ્ત થવા રૂપનિશ્ચય કરવારૂપ વિવેક પર્વત છે. અને આ પર્વત પર ચડયા પછી જ વિવેકજ્ઞાન પ્રાપ્ત થયા પછી જ સાચે જૈન થઈ શકે છે.” એ કહેવાનો આશય છે.
જે પાપી જીવે છે તામસી કે રાજસી પ્રકૃતિવાળા છે, જેમાં આ ભવચકમાં રહેલા છે, સંસારમાં રખડનાર છે, તેઓ આ જૈનપુરને જોઈ શક્તા નથી પણ જેઓ સારિવકમાનસપુરમાં–સાત્વિક પ્રકૃતિવાળા છે તેઓ આ નગરને જોઈ શકે છે. માટે જેનું ભાવી કલ્યાણ થવાનું હોય છે તેવા માર્ગાનુસારી–સન્માર્ગે ચાલનારા જ સ્વભાવથી સુંદર આ શહેરમાં સદાનિવાસ કરીને રહે છે. શાંત અને સાત્ત્વિક પ્રકૃતિ સદા ટકાવી રાખે છે.” વિવેકપર્વત-રાજન્ ! ભવચકપુરના રહેવાસી લેકે જ્યાં સુધી આ વિવેકગિરિને દેખતા નથી ત્યાં સુધી દારૂણ દુઃખથી પીડાયા કરે છે. જ્યારે તેઓ આ પર્વતને દેખે છે ત્યારે આ ભવચકપુરમાં તેઓનું મન રતિ પામતું નથી. “સત્ય અસત્યના વિવેક વાળા જીને આ સંસારમાં આસક્તિ રહેતી નથી. તેનું મન આત્માના સાચા સુખ તરફ વળે છે.” તેઓ આ ભવચકનો ત્યાગ કરીને આ મહાન ગિરિ
ચા કરે છે.
એનું “, આ સંસાર