SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ચેષ્ટા, પ્રવૃત્તિ, ગતિ, અભિમાન, સાહસ, ઉદ્ધતાઈ, કામવાસના અને વિવિધ આવશે હતા તે સર્વને થડે કે ઝાઝે અંશે આ જરા નાશ કરે છે. યૌવન હતપ્રહત થઈને નાશી જતાં તેના સ્થાને આ જરા શરીરમાં નિવાસ કરી રહે છે. આ સ્થિતિમાં જીવને ઉત્સાહ મંદ પડે છે. ગરીબ રાંક - જે બને છે. તેની સ્ત્રીઓ હવે તેને ચાહતી નથી, પ્રસંગે લેક તિરસકાર પણ કરે છે, કુટુંબમાં હવે તેનું ચલણ રહેતું - નથી. તેનું કહેવું કે ભાગ્યે જ માને છે. બાળકે મશ્કરી કરે છે. યુવાન સ્ત્રીઓ અનાદરથી જુવે છે, શ્વાસ ચઢે છે, ઉધરસ વરંવાર આવે છે. ગરમી શરીરમાંથી ઘટતાં મજાગરા - ઢીલા પડે છે, તેને લીધે નાસિકાદિ છિદ્રોમાંથી અનિયમિત રીતે રસને પ્રવાહ ઝરે છે. અનાદર થવાથી પિત્ત ઉછળતાં ક્રોધ વધે છે, શક્તિ મંદ પડતાં કફ જામે છે, છેવટે પેટ- લાદપુરીમાં હડતાલ પડતાં જીવને ઉચાળા ભરી, સદાને માટે આ દેહપુરી ખાલી કરી બીજા દેહમાં જવું પડે છે. રાગ-૨ રાજન! અશાતા વેદનીય રાજાની પ્રેરણાથી આ વ્યાધિ નામની રાક્ષસી પ્રાણિઓના શરીર ઉપર હલે કરે છે. વ્યાધિને આવવાનું આ મુખ્ય કારણ છે, બાકી તે અનેક નિમિત્તોથી તે રોગ પ્રગટ થાય છે. લેક અજીર્ણથી -શરદીમાં ફરવાથી, તાપમાં ચાલવાથી, ઠંડીના પ્રદેશમાં જવાથી મેલેરિયાના જંતુથી. ચેપી રેગવાળાની સારવારથી, વાત પિત્ત કફની વિષમતાથી, વહાલાના વિયેગથી, અંગત ચિંતાથી પૈસા જવાથી, એમ રેગ લાગુ પડવાનાં અનેક કારણ
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy