________________
સરખા સ્વભાવવાળી ટોળીરૂપે ફર્યા કરે છે. તેનું સામાન્ય નામ તે કષાય છે. વિશેષ નામતો પ્રસંગે વર્ણન કરવામાં આવશે. પ્રથમના ચાર બાળકે વિશ્વના ને મુશ્કેલીમાં ઉતરવા માટે વિશેષ આગળ પડતો ભાગ ભજવે છે. તેમને સ્વભાવ બહુજ દુષ્ટ છે. તેમને અનંતાનુબંધી, કધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનતાનું બંધી લભ એ નામથી ઓળખવામાં આવે છે, પ્રથમના બેન વર્ણ કાંઈક કાળે છે, પાછળના બેનો વર્ણ કાંઈક લાલ છે. મિથ્યાદર્શન સેનાપતિ તેને પિતાના બાળકોની માફક ગણીને પિતેજ તે રૂપ હોય અને તે પિતારૂપ હોય તેમ માને છે.
મહામેહના સૈન્યના આ બહાદુર બાળકે બહિરંગ કેને –જીને મિથ્યાદર્શનની આજ્ઞાના આરાધક ભક્તો બનાવી દે છે. આ બાળકે ચિત્તવૃત્તિ અટવીમાં જ્યારે
જ્યારે પ્રવેશ કરે છે ત્યારે ત્યારે મિથ્યાદર્શનના પરમ ભક્ત થઈને બીજા કોઈ પણ સાચી સમજણ આપે તો તે સાંભળવાની જ ના કહે છે. કદાચ સાંભળે છે તો તેના કહેવા તરફ બીલકુલ ધ્યાન આપતા નથી. આ બાળકે જે જેની ચિત્તવૃત્તિ અટવીમાં હોય છે તે જ તેની હયાતિ હોય
ત્યાં સુધી તત્વજ્ઞાનના માર્ગને પામી શકતાં નથી. મિથ્યાદર્શનના દેને આગળ બતાવી ગયા છીએ તે દેશે આ બાળકની મદદથી જીવેમાં સહેલાઈથી આવે છે. જ્યાં સુધી જીવે ત્યાં સુધી કોઈ માન માયા લેભને ટકાવી રાખનારને અનંતાનુબંધી કષાય કહેવામાં આવે છે. આવા પ્રબળ કષાયે