________________
૨૦૫
છે. તત્વમાને જાણ્યા વિના નકામી ચર્ચારૂપ ધમાલ કરી રહ્યા હોય છે, વાદવિવાદ કરે છે, અને તત્વને નિર્ણય ન કરતાં નવી તકરારે, મત, પંથ અને વાડાઓ વધાર્યા કરે છે. તેઓ પિતાના માનેલા, કે કરેલા નિશ્ચયમાં એટલા દઢ હોય છે કે સત્ય સમજવામાં આવે તે પણ કઈ રીતે પિતાને આગ્રહ મૂકતા નથી. કેઈ તેના હિતની બાબત સમજાવે તે ઉલટા ગુસ્સે થાય છે. આ પ્રમાણે આ કુદષ્ટિ, મિથ્યાદર્શનની સ્ત્રી હોવાથી તેનાં કાર્યને પિષણ આપે છે.
રાગકેશરી–રાજન ! મહામહે રાગકેશરી નામના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરેલ છે. તે જ આ વિપર્યાસ નામના સિંહાસન ઉપર બેસે છે. બધું રાજ્ય તેને સેંપાયેલું છે છતાં વિનયવાન રાગકેશરી પિતાના પિતાની બધી મર્યાદા બરોબર સાચવે છે, પિતાને ચગ્ય માન આપે છે, ઉપયોગી બાબતમાં તેની સલાહ લે છે. મહામહ પણ બીજા પાસે આ પુત્રનાં ખુબ વખાણ કરે છે, અને આ વિશ્વના રાજ્યને તેજ માલીક છે એમ પણ કહે છે. વાત પણ ખરી છે કે “મેહમાંથી રાગની ઉત્પત્તિ થાય છે એટલે તે બનેનો પિતા પુત્ર સંબંધ છે. તેમજ વિશ્વનું રાજ્ય મુખ્ય રીતે રાગને લીધે ચાલે છે એટલે રાજ્યને અધિકારી તે છે.” આ પ્રમાણે પુત્રને વિનય અને પિતાની કદરદાની તથા વાત્સલ્ય ભાવને લીધે બને જણાએ સ્નેહથી સદા બંધાયેલા રહે છે. આવા સંબંધને લીધે વિશ્વને વશ કરવાની તેઓ શક્તિ ધરાવે છે, જ્યાં સુધી આ રાગકેશરીને