SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ હરાવી શકતું નથી પણ જ્યારે આ સિંહાસનથી મહામહ દૂર હોય છે ત્યારે ચારિત્રધર્મને સામાન્ય સેવક પણ તેને પરાજ્ય કરે છે. આ બાહ્ય દષ્ટિવાળા લેકે સિંહાસનને જુવે છે તો તરતજ તેના મનમાં આર્તા અને રૌદ્ર ધ્યાનની પરંપરા પ્રગટ થાય છે. જ્યાં સુધી જીવ આ સિંહાસનથી દૂર હોય છે ત્યાં સુધી બુદ્ધિ સુંદર રહે છે–શુદ્ધ રહે છે. આ નદી, પુલિન, મંડપ અને વેદિકાનું જે બળ છે તે સર્વ બળ આ એક સિંહાસનમાં જ છે. મતલબ કે બુદ્ધિમાંજ્ઞાનમાં–વસ્તુ તત્ત્વના બોધમાં વિપર્યાસ-વિપરિતપણું જ્યાં હોય ત્યાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની પરંપરા હોય તેમાં નવાઈ જેવું નથી. તેમ જ આ વિપર્યાસથી પ્રમાદ દશાપ્રમાદની પ્રવૃત્તિ. ચિત્તમાં વિક્ષેભ અને તૃષ્ણ પ્રગટ થયા સિવાય રહેતાં નથી. વિપસ સિંહાસનને પ્રતાપ–રાજન ! આ સિંહાસનનો એવો પ્રતાપ છે કે મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા મનમાં હોવા છતાં લેક વિપરીત માર્ગે ચાલે છે, દેવાધિદેવ, સર્વજ્ઞ, સર્વદશી જીનેશ્વરની નિંદા કરે છે, ત્યારે રાગી દ્વિષી દેવની પ્રશંસા કરે છે. દયાધર્મને નિંદે છે અને પશુ સંહારવાળા યજ્ઞયાગાદિ ધર્મને પિોષે છે. જીવા જવાદિ તને લેપે છે, નિદે છે અને શૂન્યતત્વને સ્થાપે છે. શુદ્ધ જ્ઞાન દન ચારિત્રના ઉપાસક વિશુદ્ધ પાત્રની નિંદા કરે છે અને વિવિધ આરંભમાં રાચેલાં પાત્રોને પ્રશંસે છે. પિષે છે. તપ, ક્ષમા, અને ઈચ્છાના ત્યાગને નબળાઈ ગણ દોષ
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy