________________
૧૪૫
તેવા ઉપકાર મારા પર નથી, કેમકે આ બધી મુશ્કેલી તા મારા દુશ્મન અકલકેજ ઉભી કરી હતી, તેને માયાએ યુક્તિ કરીને–સમજાવીને ઠીક અહીંથી વિદ્યાય કરી દેવરાન્ચે છે. ” મહામેાહે જણાવ્યુ` કે “ સાગર-લાભ મારા જીવનરૂપ છે, મારા લશ્કરમાં તે બહુ બહાદુર ચેઢો છે, અને આપણી સાચી સેવા કરનારમાં તે મુખ્ય છે. ” મહામેહે કરેલી સ્તુતિથી ઉત્તેજન પામીને લેાલે ઘનવાહનના ઉપર મજબુત જાળ આંધવા માંડી. આશા, તૃષ્ણા અને ઈચ્છામાં હવે તે બળવાન બનવા માંડયેા. છેવટે અકલ`ક મુનિ મળ્યા પહેલાં ઘનવાહન જેવા હતા તે સ્થિતિમાં તેને પાછા લાવી મૂકયા. ઘનવાહનને બેધ આપવા જવાની ગુરૂની મનાઈ— કેટલાએક લાગણીવાળા માણસાએ આ સર્વ હકીકતની અકલંક મુનિને ખબર આપી, તે દયાળુ મહાત્માએ ફરી ઘનવાહનને સુધારવા આવવા અર્થે ગુરૂશ્રીની અનુમતિ માંગી. જ્ઞાની ગુરૂશ્રીએ જણાવ્યું. મુનિ અકલક ! તમારે પ્રયત્ન આ ઘનવાહનને સુધારવાના તદ્ન નિષ્ફલ છે. તેની પાસે જ્યાં સુધી મહામાહ અને પરિગ્રહ છે ત્યાં સુધી તે કાંઈ પણ સત્કર્મ કરી શકવાના નથી. તેઓ પેાતાનું મજબુત થાણુ નાખીને ત્યાં પડયા છે અને તેએની મદદમાં મહામેાહના સૈન્યમાંથી એક પછી એક સૌનિકા આવ્યા જ કરે છે. જયાં સુધી પ્રાણી આ બન્નેને વશ થયેલેા હેાય છે ત્યાં સુધી તેને ધર્મના ઉપદેશ કેવા ? અને ધર્મ પણ કયાંથી મળે ? સદાગમ સાથે મેળાપ પણ ક્યાંથી થાય ? એવા આ. વિ. ૧૦