________________
૬૯
છ કાયના બોલ ૫. અન્યતીર્થીને ધર્મબુદ્ધિએ વસ્ત્ર, પાત્ર આપે નહિ. શાતા નિમિત્તે આપે, ૬. છ લશ્યાના વિચાર કહે છે. કૃષ્ણ લેશ્યાવાળાને જીવ હિંસા કરવાની ઇચ્છા હોય, ૧. નીલ લેશ્યાવાળાને ચોરીની ઇચ્છા હોય, ૨. કાપુત લેશ્યાવાળાને મૈથુનની ઇચ્છા હોય, ૩. તેજુ વેશ્યાવાળાને તપશ્ચર્યા કરવાની ઇચ્છા હોય, ૪. પઘલેશ્યાવાળાને દાન દેવાની ઇચ્છા હોય, ૫. શુકલ લેક્ષાવાળાને મોક્ષની ઈચ્છા હોય, ૬. કૃતિકા, અશ્લેષા એ બે નક્ષત્રના છ છ તારા છે; સાતમે બોલે સાત કારણે છદ્મસ્થ જાણવો. પ્રાણાતિપાત લગાડે, ૧. મૃષાવાદ લગાડે, ૨. અદત્તાદાન લગાડે, ૩ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તેનો સ્વાદ લે, ૪. પૂજા સત્કાર વાંછે, ૫. નિર્વદ્ય પ્રરૂપે પણ સાવદ્ય લાગે, ૬. જેવું પ્રરૂપે તેવું કરી શકે નહિ, ૭. એ સાત વાનાં જેનામાં હોય તે છદ્મસ્થ જાણવો. સાત પ્રકારે આઉખું તૂટે તે કહે છે. ૧. અધ્યવસાય અતિ હર્ષ, શોક, ભયથી, ૨. નિમિત્ત - શસ્ત્ર દંડ વિ. નિમિત્તથી, ૩. આહાર - વધારે કે પ્રતિકૂળ આહારથી, ૪. વેદના - પ્રાણનાશક પીડા થવાથી, ૫. પરાઘાત - ખાડામાં પડવાથી કે વૃક્ષ, મકાન પરથી પડી જવાથી કે વીજળી પડવાથી, ૬. સ્પર્શ - સાપ વિ. ઝેરી પ્રાણીનાં કરડવાથી, ૭. ખ્વોચ્છવાસ રૂંધાવાથી મરે. એ ૭. હવે સાત નય કહે છે. નૈગમ નય, ૧. સંગ્રહ નય, ૨. વ્યવહાર નય, ૩. ઋજુ સૂત્ર નય, ૪. શબ્દ નય, ૫. સમભિરૂઢ નય, ૬. એવંભૂત નય, ૭. એ સાત પ્રકારે નય કહ્યાં. મઘા નક્ષત્રના સાત તારા કહ્યા છે, ૮. આઠમે બોલે આચાર્યની આઠ સંપદા, આચાર સંપદા, ૧. શરીર સંપદા, ૨, સૂત્ર સંપદા, ૩. વચન સંપદા ૪, પ્રયોગ સંપદા, ૫. મતિ સંપદા, ૬. સંગ્રહ સંપદા, ૭. વાચના સંપદા, ૮. એકલવિહારી સાધુસાધ્વીનાં આઠ અવગુણ કહ્યાં છે તેનાં નામઃ ક્રોધી હોય તે એકલો રહે, ૧. અહંકારી હોય તે એકલો રહે, ૨. કપટી હોય