________________
૧ર
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ
૩૧ કવલ લે, ૩૨ કવલે પૂરો આહાર સમજવો. તેથી ઓછા લે એટલી ઉણોદરી, ઉશોદરીથી રસેંદ્રિય જીતાય, કામ જીતાય, નિરોગી થવાય.
ભાવ ઉણોદરીના અનેક ભેદ અલ્પ માયા, અલ્પ લોભ, અલ્પ રાગ, અલ્પ બોલે ઇત્યાદિ.
-
અલ્પ ક્રોધ, અલ્પ માન, અલ્પ દ્વેષ, અલ્પ સૂવે,
૩.
વૃત્તિસંક્ષેપ (ભિક્ષાચરી)ના અનેક ભેદ અનેક પ્રકારના અભિગ્રહ ધારણ કરે. જેમ દ્રવ્યથી અમુક વસ્તુ જ લેવી અમુક ન લેવી. ક્ષેત્રથી અમુક ઘર, ગામ કે સ્થાનકેથીજ લેવાનો અભિગ્રહ. કાળથી અમુક કલાકે, દિવસે કે મહિને લેવાનો અભિગ્રહ. ભાવથી અનેક પ્રકારના અભિગ્રહ કરે. જેમ વાસણમાં કાઢતાં દે તો કલ્પે, વાસણમાં નાખતાં દે તો કલ્પે. અન્યને આપી પાછા વળતાં આપે તો ક્લ્પ, અમુક વસ્ત્રાદિવાળા કે અમુક પ્રકારે કે અમુક ભાવથી દે તો લ્પે વગેરે અનેક પ્રકારનાં અભિગ્રહ ધારણ કરે.
૪. રસપરિત્યાગ તપના અનેક પ્રકાર છે વિગય (દૂધ, દહીં, ઘી, ગોળ, સાકર, તેલ, મધ, માખણ આદિ)નો ત્યાગ કરે. પ્રણીત રસ (રસ ઝરતા આહાર)નો ત્યાગ કરે. નિવિ કરે, એકાસન કરે, આયંબિલ કરે, જુની વસ્તુ, બગડેલા અન્ન, લુખા પદાર્થ આદિનો આહાર કરે, ઇત્યાદિ રસવાળા આહારને છોડે.
→
1
૫. કાયકલેશ તપના અનેક ભેદ છે - એકજ સ્થાને સ્થિર
-
-
-
પદ્માસન આદિ ૮૪
૧૨ પડિમા વહેવી
થઈને રહે, ઉકડું - ગૌદુહ - મયુરાસન પ્રકારના કોઈ યોગાસન કરીને બેસે. સાધુની આતાપના લેવી. વસ્ત્રરહિત રહેવું. ટાઢ તડકો સહેવો, પરિષહો સહેવા, થૂંકવું નહિ. કોગળા કરવા નહિ. દાંત ધોવા નહિ. શરીરની સાર સંભાળ કરવી નહિ, શોભીતાં વસ્ત્રો ન
-