________________
ભાષાવાદ
૫૮૫
-
(૨) પરતર ભેદ – અખરખનાં પડવત્. (૩) ચૂર્ણભેદ - ધાન્ય કઠોળવત્. (૪) અણુડિયા ભેદ - તળાવની સૂકી માટીવત્. (૫) ઉકકરિયા ભેદ કઠોળ આદિની સીંગ ફાટે તેમ. એ પાંચનો અલ્પબહુત્વ સર્વથી થોડા ઉક્કરિયા, તેથી અણુતડિયા અનંતગુણા, તેથી ચૂર્ણિય અનંતગણા, તેથી પરતર અનંત∞ તેથી ખંડાભેદ ભેદાતા પુદ્ગલો અનંતગણા.
(૧૨) પુદ્ગલની સ્થિતિ જ. ૧ સમય, ઉ. અંત. ની
(૧૩) ભાષકનો આંતરો જ. અંત. ઉ૦ અનંતકાળનો (વનસ્પતિમાં જાય તો). (૧૪) ભાષા પુદ્ગલ કાયયોગથી ગ્રહણ કરાય છે. (૧૫) ભાષા પુદ્ગલ વચન યોગથી છોડાય (મૂકાય) છે.
(૧૬) કારણ - મોહ અને અંતરાય કર્મના ક્ષયોપશમ અને વચનયોગથી સત્ય અને વ્યવહાર ભાષા બોલાય છે. જ્ઞાનાવરણ અને મોહકર્મના ઉદયથી અને વચન યોગથી અસત્ય અને મિશ્ર ભાષા બોલાય છે. કેવળી સત્ય અને વ્યવહાર ભાષા જ બોલે. તેમને ૪ ઘાતી કર્મ ક્ષય થયા છે. વિકલેંદ્રિય માત્ર વ્યવહાર ભાષા સંશારૂપજ બોલે છે. ચારેય પ્રકારે ૧૬ દંડકના જીવો બોલે છે.
-
-
(૧૭) જીવ જે પ્રકારની ભાષાપણે દ્રવ્ય ગ્રહણ કરે તેજ પ્રકારની ભાષા બોલે.
(૧૮) વચન દ્વાર - બોલનાર - વ્યાખ્યાનીએ નીચેનું વચન જ્ઞાન કરવું. એક વચન, દ્વિવચન, બહુવચન; સ્ત્રી વચન, પુરુષવચન, નપુંસક વચન; અધ્યવસાય વચન, વર્ણ (ગુણ કીર્તન), અવર્ણ (અવર્ણ વાદ), વર્ણવર્ણ (પહેલા ગુણ કર્યા પછી અવર્ણ વાદ), અવર્ણવર્ણ (પહેલા અવગુણ--કહી, પછી ગુણ કહેવા, ભૂત-ભવિષ્ય-વર્તમાનકાળ વચન; પ્રત્યક્ષ-પરોક્ષ વચન,