SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ભવનપતિ ૫૫૧ ૧૦. સામાનિક દેવ : (ઇંદ્રના ઉમરાવ જેવા દેવો ચરેંદ્રના ૬૪૦૦૦, બલેન્દ્રના ૬૦ હજાર અને શેષ ૧૮ ઇંદ્રોના છ છ હજાર સામાનિક દેવો છે. ૧૧. લોકપાલ દેવ : (કોટવાલ જેવાં દરેક ઇન્દ્રોને ચાર ચાર લોકપાલ દેવો છે. ૧૨. ત્રાયસ્ત્રિશ દેવ ઃ (રાજગુરૂ જેવા) દરેક ઈંદ્રોને તેત્રીસ તેત્રીસ ત્રાયસ્ત્રિશ દેવો છે. ૧૩. આત્મરક્ષક દેવ ઃ ચમરેન્દ્રને ૨૫૬૦૦૦ દેવ, બલેન્દ્રને ૨૪૦ ૦૦૦ દેવ અને શેષ ઇન્દ્રોને ૨૪-૨૪ હજાર દેવો છે. ૧૪ અનીકા દ્વાર (સેના) : હાથી, ઘોડા, રથ, મહેલ, પાયદલ, ગંધર્વ, નૃત્યકાર એવં ૭ પ્રકારની અનીકા હોય છે. પ્રત્યેક અનીકાની દેવસંખ્યા ચમરેન્દ્રને ૮૧૨૮૦૦૦, બલેન્દ્રને ૭૬૨૦૦૦૦ અને ૧૮ ઇંદ્રને ૩૫૫૬૦૦૦ દેવો હોય છે. ૧૫. દેવી દ્વાર • ચમરેન્દ્રની તથા બલેન્દ્રની ૫-૫ અગ્રમહિષી (પટરાણી) છે. પ્રત્યેક પટરાણીને આઠ હજાર દેવીઓનો પરિવાર છે. એકેક દેવી આઠ હજાર વૈક્રિય કરે એટલે ૩૨ ક્રોડ વૈક્રિય રૂપો થાય. શેષ ૧૮ ઇંદ્રોની છ છ અગ્રમહિષી, એકેકને છ છ હજાર દેવીનો પરિવાર અને બધી છ છ હજાર વૈક્રિય કરે. એમ ૨૧ ક્રોડ, ૬૦ લાખ વૈક્રિય રૂપ થાય. ૧૬. પરિષદા દ્વાર : પરિષદા (સભા) ત્રણ પ્રકારની છે. ૧ આપ્યંતર સભા ઃ સલાહયોગ્ય વડેરાની સભા, જે માનપૂર્વક બોલાવ્યેથી આવે. ૨ મધ્યમ સભા ઃ સામાન્ય વિચારવાળા દેવોની સભા, જે બોલાવ્યેથી આવે, વિનામોક્લે જાય.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy