________________
ઉs
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ [ ૯. મોક્ષતત્વ સકળ આત્માના પ્રદેશથી, સકળ કર્મનું છૂટવું, સકળ બંધનથી મૂકાવું, સકળ કાર્યની સિદ્ધિ થાય તેને મોક્ષતત્ત્વ કહીએ.
પંદર ભેદે સિદ્ધ થાય છે તે કહે છે. ૧. તીર્થ સિદ્ધા-તીર્થકરે તીર્થ સ્થાપ્યા પછી જે મોક્ષે જાય તે ગણધર પ્રમુખ.
૨. અતીર્થ સિદ્ધા - તીર્થકરે તીર્થ સ્થાપ્યા પહેલાં તથા તીર્થ વિચ્છેદ થયા બાદ જે મોક્ષે જાય તે, મરૂદેવી માતા પ્રમુખ.
૩. તીર્થંકરસિદ્ધ - તીર્થંકર પદવી પામીને મોક્ષે જાય છે, તે ઋષભાદિક અરિહંત ભગવાન.
૪. અતીર્થંકર સિદ્ધા – તીર્થંકર પદ પામ્યા વિના સામાન્ય કેવળી થઈ મોક્ષે જાય તે.
૫. ગૃહસ્થલિંગસિદ્ધા - ગૃહસ્થના વેષે રહ્યા થકા મોક્ષે જાય તે મરૂદેવી માતા પ્રમુખ.
૬. અન્યલિંગસિદ્ધા - યોગી, સંન્યાસી પ્રમુખ તાપસના વેષે મોક્ષ જાય તે, વલ્કલચીરી આદિ.
૭. સ્વલિંગસિદ્ધા - સાધુના વેષે મોક્ષે જાય તે, શ્રી જંબુસ્વામી વગેરે સાધુ મુનિરાજો.
૮. સ્ત્રીલિંગસિદ્ધા- સ્ત્રી લિંગે મોક્ષે જાય તે, ચંદનબાળા આદિ.
૯. પુરૂષલિંગસિદ્ધા - પુરુષ લિંગે મોક્ષે જાય તે ગૌતમાદિક.
૧૦. નપુંસકલિંગસિદ્ધા - નપુંસક લિંગે મોક્ષે જાય તે ગાંગેય અણગાર પ્રમુખ.