________________
૩૦.
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ છઘસ્થિક અને બીજો કેવળિક, છબસ્થિક તે છબસ્થ ઉપથમિકને અગિયારમે ગુણઠાણે હોય, અને ક્ષેપકને બારમે ગુણઠાણે હોય, બીજો કેવળીક તે તેરમેં અને ચૌદમે ગુણઠાણે હોય. તે એ ચારિત્ર સમસ્ત જીવલોકને વિષે પ્રસિદ્ધ છે. તે કેવી રીતે પ્રસિદ્ધ છે તે કહે છે. જે ચારિત્ર આચરીને સુવિહિત સાધુ તે અજરામર સ્થાનક પામે એટલે જન્મ, જરા અને મરણ રહિત એવું જે મોક્ષરૂપ સ્થાનક તે પામે. ઈતિ સંવર તત્ત્વ.
૭ નિર્જરાતત્ત્વ. આત્માના પ્રદેશથી, બાર ભેદે તપસ્યાએ કરી, દેશથકી કર્મનું નિર્જરવું, ઝરીને દૂર થવું તેને નિર્જરાતત્ત્વ કહીએ.
નિર્જરા બે પ્રકારે છે. ૧ દ્રવ્ય નિર્જરા. ૨ ભાવ નિર્જરા. તથા અકામ અને સકામ એવા બે ભેદ પણ છે. પુદ્ગળ કર્મનું જે છૂટા પડવું તે દ્રવ્ય નિર્જરા અને આત્માના શુદ્ધ પરિણામે કરી કર્મની સ્થિતિ જે પોતાની મેળે પાકે અથવા બાર પ્રકારનાં તપે કરી નીરસ કર્યા એવાં જે કર્મ પરમાણું તે જેનાથી છૂટા પડે એવા જે આત્માના પરિણામ થાય તે ભાવ નિર્જરા. તિર્યંચાદિકની માફક ઇચ્છા વિના કષ્ટ સહન કરતાં કર્મ પુદ્ગલ નું જે સપના થાય છે, તે દ્રવ્ય અથવા અકામ નિર્જરા. બાર પ્રકારના તપે કરી સંયમી થકા કષ્ટ સહન કર્યાથી જે કર્મ પરમાણું નું સપન કરવું અથવા છૂટા પાડવું તે ભાવ અથવા સકામ નિર્જરા. આ
૧.અકામ નિર્જરા - આત્મશુદ્ધિનાં લક્ષ્ય વિના, સમજ વિના, બાવા - જોગી, બાલ-તપસ્વી કે એકેન્દ્રિય પણામાં, સમકિતની હાજરી વિના સહન કરવાથી થતી કર્મ નિર્જરા.
૨. સકામ નિર્જરા - આત્મશુદ્ધિનાં આશય પૂર્વક, તપ આદિ કરીને સમજ, સમભાવ પૂર્વકની સમકિતની હાજરીમાં કષ્ટ સહન કરવાથી થતી કર્મ નિર્જરા.