________________
૪૫૪
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. ભરતની મર્યાદા કરનાર ચૂલહેમવંત પર્વત પર પદ્મદ્રહ છે. તેમાંથી ગંગા અને સિંધુ નદી નીકળીને તમસ્ત્રગુફા અને ખંડપ્રભા ગુફાની નીચે વૈતાઢ્ય પર્વતને ભેદીને લવણ સમુદ્રને મળે છે. આથી ભરતના છ ખંડ થાય છે.
દક્ષિણ ભારત ૨૩૮ જોજન ૩ કલાનું છે. તેમાં ૩ ખંડ છે. મધ્ય ખંડમાં ૧૪ હજાર દેશ છે. મધ્ય ભાગમાં કોશલ દેશ, વનિતા (અયોધ્યા) નગરી છે. તે ૧૨ યો. લાંબી, ૯ યો. પહોળી છે પૂર્વમાં ૧ હજાર અને પશ્ચિમમાં ૧ હજાર દેશ છે. કુલ દક્ષિણ ભારતમાં ૧૬ હજાર દેશ છે. એવાજ ૧૬,૦૦૦ દેશ ઉત્તર ભારતમાં છે. આ ભારતમાં કાળચક્રનો પ્રભાવ છે. (છ આરા વ). (૨) ઐરાવત ક્ષેત્ર - મેરુની છેક ઉતરે શીખરી પર્વતથી આગળ
ઐરવત છે. મહાવિદેહ ક્ષેત્ર - નિષિધ અને નીલવંત પર્વતની વચ્ચે છે. પલંગને સંડાણે છે. ૩ર વિજય છે. મધ્યમાં ૧૦ હજાર યો૦ ના વિસ્તાર વાળો મેરુ છે. પૂર્વ પશ્ચિમ બન્ને તરફ ૨૨-૨૨ હજાર યો૦ ભદ્રશાલ વન છે. બન્ને તરફ ૧૬-૧૬ વિજય છે.
મેરુની ઉત્તરે અને દક્ષિણે ૨૫૦-૨૫૦ યો૦ ના ભદ્રશાલ વન છે. દક્ષિણમાં નિષિધ સુધી દેવકુરુ અને ઉત્તરમાં નીલવંત સુધી ઉત્તરકુરુ છે. એ બન્ને ક્ષેત્રો બલ્બ ગજદૂતે કરીને અર્ધચંદ્રાકાર છે. આ ક્ષેત્રોમાં યુગલમનુષ્ય ૩ ગાઉની અવઘણા ઉત્સધ આંગુલનું અને ૩ પલ્યના આયુવાળા વસે છે. દેવમુરુમાં કુડશામલી વૃક્ષ, ચિત્રવિચિત્ર પર્વત, ૧૦૦ કંચનગિરિ પર્વત અને ૫ દ્રહ છે. એમજ ઉત્તરકુરુમાં પણ છે. પણ તે જંબુ સુદર્શન વૃક્ષ છે.
નિષિધ અને મહામવંત પર્વતો વચ્ચે હરિવાસ ક્ષેત્ર છે