________________
૪૨૮
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
(૩૯) વ્યવહાર સમકિતના ૬૭ બોલ
આ સડસઠ બોલોના પ્રથમ બાર દ્વાર કહે છે. (૧) સહણા ચાર. (૨) લીંગ ત્રણ. (૩) વિનયના દસ પ્રકાર. (૪) શુદ્ધતાના ૩ ભેદ. (૫) લક્ષણ પાંચ. (૬) ભૂષણ પાંચ. (૭) દૂષણના પાંચ ભેદ. (૮) પ્રભાવના ૮. (૯) આગાર છે. (૧૦) જયણા છે. (૧૧) સ્થાનક છ. (૧૨) ભાવના છે. હવે તે દ્વાર વિસ્તારથી કહે છે.
(૧) સદુહણા ચાર પ્રકારથી - (૧) પરતીર્થીનો અધિક પરિચય ન કરે. (૨) અધર્મ પાખંડીયોની પ્રશંસા ન કરે. (૩) પોતાના મતના પાસસ્થા, ઉસન્ના અને કુલિંગી આદીકની સોબત ન કરે, એ ત્રણેનો પરિચય કરવાથી શુદ્ધ તત્ત્વની પ્રાપ્તિ થઈ શકે નહિ. (૪) પરમાર્થ ના જાણવાવાળા સંવિજ્ઞ ગીતાર્થની ઉપાસના કરવાથી શુદ્ધ શ્રદ્ધાને ધારણ કરે.
(૨) લિંગના ત્રણ ભેદ - (૧) જેમ જુવાન પુરુષ રંગરાગ ઉપર રાચે તેમ ભવ્યાત્મા શ્રી જૈનશાસન પર રાચે. (૨) જેમ સુધાવાન પુરુષ ખીરખાંડના ભોજનનો પ્રેમસહિત આદર કરે તેમ વીતરાગની વાણીનો આદર કરે. (૩) જેમ વ્યવહારિક જ્ઞાન શીખવાની તીવ્ર ઈચ્છા હોય, ને શીખડાવનાર મળે ત્યારે શીખીને આ લોકમાં સુખી થાય તેમ વીતરાગના કહેલા સૂત્રોનું હંમેશા સૂક્ષ્માર્થ ન્યાયવાળું જ્ઞાન શીખીને આ લોક ને પરલોકમાં મનોવાંછીત સુખને પ્રાપ્ત કરે.
(૩) વિનયના દશ ભેદ - (૧) અરિહંતનો વિનય કરે. (૨) સિદ્ધનો વિનય કરે. (૩) આચાર્યનો વિનય કરે. (૪) ઉપાધ્યાયનો વિનય કરે, (૫) સ્થિવરનો વિનય કરે, (૬) ગણ (ઘણા આચાર્યોનો સમૂહ) નો વિનય કરેઃ (૭) કૂળ (બહુ આચાર્યોના શિષ્યનો સમૂહ)નો વિનય કરે, (૮) સ્વધર્મીનો વિનય ૧. જેનો આચાર શિથિલ છે. ૨. જે સંયમથી થાકી ગયેલ છે. ૩. જેનો
વેષ જૈન સાધુથી વિપરીત છે.