________________
૪૨૬
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
ઉપરના યંત્રમાં ભજનાનો અર્થ, હોય અથવા ન હોય તેને કહેવાય છે. નીયમાનો અર્થ નિશ્ચયે હોય તેને કહેવાય છે.
હવે તેનો અલ્પબદુત્વ દ્વાર કહે છે. સર્વથી થોડા ચારિત્ર આત્મા તેથી જ્ઞાન આત્મા અનંતગુણા, તેથી કષાય આત્મા અનંતગુણા, તેથી જોગ આત્મા વિશેષાહિયા, તેથી વીર્ય આત્મા વિશેષાહિયા, તેથી દ્રવ્ય આત્મા તથા ઉપયોગ આત્મા તથા દર્શન આત્મા માંહોમાંહે તુલ્ય ને તેથી વિશેષાહિયા. એ સામાન્ય વિચાર કહ્યો. હવે આઠ આત્માનો વિશેષ વિચાર કહે છે.
શિષ્ય પૂછે છે, કૃપાળુ ગુરુ ! આત્મા દ્રવ્ય એકજ શક્તિ વાળો અને અસંખ્યાત પ્રદેશી સત્ ચિત્ ને આનંદઘન કહેવામાં આવ્યો છે, એવો નિશ્ચય નયનો અભિપ્રાય છે. પણ વ્યવહાર નયને મતે કયા કારણને લઈને આઠ નામ કહેવામાં આવ્યા હશે? વળી તે આત્મા કયા કયા સંજોગો સાથે જોડાઈને ગતાગતિ કરે છે? તે કૃપા કરીને કહો.
ગુરુ બે સવાલના જવાબમાં કહે છે. - હે શિષ્ય ! કારણ, માત્ર એજ છે કે શુદ્ધ આત્મદ્રવ્યમાં પાંચ જ્ઞાન, બે દર્શન તથા પાંચ ચારિત્રનો સમાવેશ થાય છે, તે સર્વ આત્મ શુદ્ધિના કારણ. અર્થાતું સાધન છે. તેમાં આત્મબલ ને આત્મવીર્ય ફોરવવાથી કર્મમુક્ત થવાય છે, ને બીજા પક્ષમાં એટલે તેથી વિરૂદ્ધ સામા પક્ષમાં અશુદ્ધ આત્મદ્રવ્યમાં પચીસ કષાય, પંદર જોગ, ત્રણ અજ્ઞાન, અને બે દર્શનનો સમાવેશ થાય છે. તે સર્વ આત્મા અશુદ્ધતાના કારણ અર્થાતું સાધન છે. તેમાં બલ વીર્ય ફોરવવાથી ચાર ગતિઓમાં જા-આવ કરવાનું બને છે. તેને લીધે સંસારી જીવો ગતાગતિ કરે છે. તેમ થવા વખતે દરેક આત્મા જુદા જુદા સંજોગો સાથે જોડાય છે, તે નીચેના યંત્રથી જાણી શકાશે.